કોરોના મહામારી વચ્ચે ડીસાના સેવન સ્ટાર ફાઉન્ડેશનની અનોખી સેવા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-24 11:26:22
  • Views : 335
  • Modified Date : 2021-05-24 11:26:22

    કોરોના મહામારી વચ્ચે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે ત્યારે ડીસા શહેરમાં આવેલ સેવન સ્ટાર ફાઉન્ડેશન દ્વારા દરેક ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરતમંદ લોકો સુધી પહોંચી કોરોના વાયરસની પરવા કર્યા વગર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે

 

    સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર સાથે હવે સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ કોરોનાની ચેન તોડવા માટે સૂરમાં સૂર પુરાવી જરૂરિયાતમંદ લોકોને ભોજન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ત્યારે વાત કરીએ તો ડીસા શહેરમાં 7 સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપની તો જ્યારથી ડીસા શહેરમાં કોરોના ની બીજી લહેર ની શરૂઆત થઈ છે ત્યારથી શહેરમાં સેવન સ્ટાર ગ્રુપ દ્વારા શહેરમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ  દર્દીઓને food બિસ્કીટ નાસ્તો તથા ભોજનની સગવડ ઊભી કરવામાં આવી રહી છે.

ડીસા શહેરમાં 7 star ફાઉન્ડેશન ગ્રુપ ના સભ્યો દ્વારા દર્દીઓની સાથે સાથે જરૂરિયાતમંદ ગરીબ લોકોનું પણ ધ્યાન રાખી કોઇપણ ગરીબ માણસ ભૂખ્યું ના સુવે તે હેતુથી રોજબરોજ ઝુંપડ પટ્ટી  વિસ્તારમાં ફરીને ભોજન આપવામાં આવી રહી છે.. જ્યારે કોરોના દર્દીઓ માટે ફૂડ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

    સેવન સ્ટાર ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે જેમાં જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની કિટ તેમજ બ્લડ ડોનેશન, ફ્રી રિક્ષા સર્વિસ કે જેમાં કોરોના દર્દીઓને લાવવા અને લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે..બે દિવસ અગાઉ આ ફાઉન્ડેશન દ્વારા ડીસા શહેરમાં પાંચ હજાર કિલો તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું.. આજે મધ્યમ વર્ગના પરિવાર ની હાલત વધારે કફોડી બની છે. એ લોકો કોઈના સામે હાથ પણ લાંબો નથી કરી સકતા તો એ લોકોની મદદે સેવન સ્ટાર ફાઉન્ડેશન આવ્યું છે..મધ્યમ વર્ગના પરિવારોને ફ્રીમાં 250 થી વધારે રાસનકીટનું વિતરણ કરી રહ્યું છે..7 સ્ટાર ફાઉન્ડેશન હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં આગળ રહે છે અને દરેક ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી સેવાકીય પ્રવૃત્તિ કરી માનવતા મહેકાવી રહ્યું છે.

    કોરોના વાયરસે લોકોની કમર તોડી નાખી છે. એક તરફ મિની lockdown, biji તરફ મોંઘવારી અને ધંધા રોજગાર બંધ છે જેના લીધે રોજનું કમાઈને રોજ ખાનારા લોકો ને બે ટાઈમ નું ભોજન મળવું પણ મુશ્કેલ બની ગયો છે ત્યારે ડીસા શહેરમાં રોજ કમાઈને રોજ ખાનારા લોકો માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ છે જેમાંથી 7 સ્ટાર ફાઉન્ડેશન દ્વારા રાત - દિવસ કોરોનાવાયરસ ની પરવા કર્યા વિના લોકોમાં માનવતા દાખવી સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News