વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે બક્ષીમોરચા કાર્યકર્તાઓની અનોખી સેવા : બ્લડ ડોનેશન કેમ્પ અને 5000 રાશન કીટ તૈયાર કરાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-29 12:42:00
  • Views : 241
  • Modified Date : 2021-05-29 12:42:00

    તાજેતરમાં ગુજરાતમાં આવેલું તૌકેત વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના કારણે અનેક પરિવારો બેઘર બની ગયા છે.મોટાભાગના ગામોમાં ગરીબ લોકોને તો રહેવા માટે ઘર રહ્યું છે કે તો જમવા માટેની કોઈ વ્યવસ્થા. જેના કારણે હાલમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સંસ્થાઓ દ્વારા વાવાઝોડામાં અસરગ્રસ્ત બનેલા લોકો માટે સેવા પૂરી પાડવામાં આવી રહી છે ગુજરાતમાં આવેલા વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત લોકો માટે જમવા માટની વ્યવસ્થા તેમજ રહેવાની અને કપડા ની વ્યવસ્થા હાલ અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે.

    તાજેતરમાં ગુજરાતમાં આવેલા ભારે વાવાઝોડા અને વરસાદને કારણે અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઇ છે જેના કારણે અનેક પરીવારો ઘર વિહોણા બન્યા છે ત્યારે આવી કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સંસ્થાઓ દ્વારા આવા પરિવારોને સમયસર જમવાનું મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા બક્ષી મોરચા દ્વારા પણ ૨૫ લાખના ખર્ચે ૫૦૦૦ જેટલી રાસન કીટ તૈયાર કરવામાં આવી છે. ગુજરાત બક્ષી મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ અને બનાસકાંઠા જિલ્લા બક્ષી મોરચાના મહામંત્રી પી એન માળી દ્વારા એક ટીમ તૈયાર કરવામાં આવી છે અને ટીમ ના સહયોગથી આજે વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે પાંચ હજારથી પણ વધુ રાસન કીટ તૈયાર કરવામાં આવી છે અને તમામ રાશન કીટ આવતીકાલે ગુજરાતમાં અસરગ્રસ્ત પામેલા વિવિધ ગામોમાં પહોંચાડવામાં આવશે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાંથી અસરગ્રસ્ત લોકો માટે સેવા પૂરી પાડવામાં આવી રહી છે તેમાં બનાસકાંઠા જિલ્લા બક્ષી મોરચો પણ તેમની સેવામાં શુર મીલાવી રહ્યો છે.

    ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના આજે સાત વર્ષ પૂર્ણ થતા સમગ્ર ભારતમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ ના સાત વર્ષ પૂર્ણ થતા આજે અનોખી ઉજવણી કરવામાં આવી હતી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આજે ડીસાના રાણપુર ગામ ખાતે આવેલ સોમનાથ કોલ્ડ સ્ટોરેજ પર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામ માંથી ભાજપના કાર્યકર્તાઓ અને યુવાનો જોડાયા હતા.આજે રક્તદાન થકી  દેશના વડાપ્રધાન ના શાસનકાળના સાત વર્ષ પૂર્ણ થતા ભાજપના કાર્યકતાઓ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપના કાર્યકર્તાઓ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News