બનાસકાંઠા જિલ્લાનું અનોખું સમરસ ગામ : આઝાદી બાદ આજસુધી ક્યારેય પણ સરપંચની ચૂંટણી નથી યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-02 12:07:16
  • Views : 875
  • Modified Date : 2021-12-02 12:07:16

ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ બનાસકાંઠા જિલ્લાનું હાથ છે ગઠામણ ગામ પાલનપુર તાલુકાના આ ગામમાં 4800 જેટલા મતદારો છે અને આ ગામમાં હિન્દુ અને મુસ્લિમની વસ્તી પણ 50- 50 ટકા જેટલી છે તેમ છતાં પણ આ ગામમાં આઝાદી પછી ક્યારેય સરપંચ માટે ચૂંટણી યોજાઇ નથી. જી હા એક તરફ અત્યારે સરપંચ બનવા માટે લોકો સંબંધોને પણ ભૂલી જતા હોય છે તેવામાં આ ઘટનામાં ગામમાં હિન્દુ અને મુસ્લિમો સાથે મળી દર વખતે સમરસ સરપંચ બનાવે છે.

 

- ગામ લોકો સરપંચ બનાવે છે

 

દર પાંચ વખતે જ્યારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના પાંચ પાંચ આગેવાનો ભેગા થઈ એક વખત હિન્દુ સરપંચ અને બીજી વખત મુસ્લિમ સરપંચ બનાવે છે તે પણ સર્વાનુમતે એક નામ જાહેર કરી સરપંચ બનાવાય છે. જેથી આ ગામમાં અત્યાર સુધી સરપંચ માટે ક્યારેય ચૂંટણી યોજાઈ નથી અને જે કોઈ સરપંચ બને છે તે પણ માત્ર ને માત્ર ગામના અને ગામના વિકાસને વેગવંતો બનાવે છે.

 

- વડીલોએ બનાવેલ પરંપરા આજે પણ ગ્રામજનો નિભાવે છે

 

આ ગામના વડીલોએ જે પરંપરા શરૂ કરી હતી તેને આજે પણ આ ગામના લોકો સાચવી રહ્યા છે અને દર વર્ષે ચૂંટણીમાં ગામની સમરસ બનાવે છે અહીંના લોકોનું માનવું છે કે સમરસ ગ્રામ પંચાયત બનવાથી ગામમાં ચૂંટણી થતી નથી અને તેના કારણે ગામ માં એકબીજા વચ્ચે વેર ઝેર અને ઘર્ષણ થતા નથી સાથે સાથે સમરસ ગ્રામ પંચાયત બનવાથી સરકાર તરફથી વધારી ગ્રાન્ટ મળતા ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન રોડ-રસ્તા સફાઈની પણ સુવિધાઓ અન્ય ગામો કરતા વધુ મળે છે, અને હિંદુ મુસ્લિમ લોકો વચ્ચે ભાઈચારાની લાગણી પણ બની રહે છે

 

 એકતાનું ઉત્તમ ઉદાહરણ ગામ છે

 

 આઝાદી બાદ એટલે કે છેલ્લા 15 ટર્મ થી આ ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ નથી અને વડીલોની પરંપરાને જાળવી આ ગામના લોકો આજે પણ દર વખતે સમરસ સરપંચ ની વરણી કરે છે ત્યારે આ ગામના હિન્દુ-મુસ્લિમો ની એકતા અને સમરસતા અન્ય ગ્રામજનો માટે પણ દાખલરૂપ બની ગયું છે.

 

Download Our B K News Today App



Related News