સરહદી પંથક લોદ્રાણીના 100 જેટલા ખેડૂતોએ સિંચાઈના પાણી માટે માઇનોર કેનાલ 1 પર ઢોલ વગાડી અનોખો વિરોધ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 11:28:18
  • Views : 289
  • Modified Date : 2021-02-02 11:28:18

    બનાસકાંઠાના સરહદી પંથકના લોદ્રાણી ગામના ખેડૂતોને નર્મદાનું સિંચાઇ માટે પાણીના મળતા લોદ્રાણી ગામના 100 જેટલા ખેડૂતો લોદ્રાણી માઇનોર કેનાલ એક પર ઢોલ વગાડી બહેરી મુંગી સરકાર ને જગાડવા માટે અનોખો વિરોધ કર્યો  હતો .. વાત કરવામાં આવે તો વાવ તાલુકાના લોદ્રાણી ગામના  ખેડૂતોને નર્મદાનું પાણી પૂરતુંના મળતા જીરાનો પાક મુરજાવા લાગ્યા જોકે વાવ તાલુકાના સરહદી પંથકના લોદ્રાણી ગામના ખેડૂતોને નર્મદા નહેરનું પાણી છેલ્લા એક મહિનાથીના મળતા ખેડૂતોનો જીરાનો પાક સુકાવાની અણીએ જોકે સરકાર દ્વારા કરોડો ના ખર્ચે બનાવેલા કેનાલ ખેડૂત માટે જીવાદોરી કહી શકાય. પરંતુ ક્યાંક ક્યાંક ખેડૂતો માટે દેવાદારી  બનતી જોવા મળી રહી છે જ્યારે લોદ્રાણી ગામના ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સપ્રેડા ડીસ્ટ્રીબૂટર કેનાલ માથી પસાર થતી લોદ્રાણી માઇનોર કેનાલનું એક મહિના પહેલા ખેડૂતો ને પિયત કરવા પાણી મળ્યું હતું જેથી ખેડૂતો મસમોટા ખર્ચા કરી જીરાના પાક નું વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા એક મહિના થી લોદ્રાણી માઈનોર  કેનાલનું પાણી બંધ થઈ જતાં ખેડૂતોએ ઉગતો કરેલો જીરાનો પાક હવે મુરજાઈ રહ્યો છે જીરાના પાકને ઓછામાં ઓછા સમયાંતરે ચાર પાણી ની જરૂર પડતી હોય છે જ્યારે અહીંના ખેડૂતોને તો માત્ર એકજ પાણી મળ્યું છે તો જીરાનો પાકને બીજા ત્રણ પાણી ક્યારે મળશે અને ખેડૂતને જીરાની પેદાશ લેશે. જોકે હવે બે પાંચ દિવસમાં કેનાલનું પાણી  લોદ્રાણીના ખેડૂતોને ના મળે તો ખેડ ખાતર અને બિયારનો ખર્ચ પણ ના નીકળે અને ખેડૂતોએ મસમોટું નુક્સાન ભોગવવાનો વારો આવે એમ છે જેથી જવાબદાર તંત્ર ખેડૂતોના હિત માટે થોડી ગંભીરતા દાખવી ને લોદ્રાણી માઇનોર કેનાલમાં પાણી છેલા સુધી પહોંચાડે એવી લોદ્રાણી ગામના ખેડૂતો ની ઉગ્ર માંગ છે.

Download Our B K News Today App



Related News