ડીસા બાદ દિયોદરમાં ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોનો અનોખો વિરોધ : નંદી સાથે મામલતદાર કચેરી પહોંચી કરી રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-22 11:49:34
  • Views : 274
  • Modified Date : 2022-07-22 11:49:34

 

સરકાર દ્વારા 500 કરોડની સમગ્ર ગુજરાતમાં આવેલ ગૌશાળા તેમજ પાંજરાપોળને સહાય આપવાની જાહેરાત કરી હતી પરંતુ સરકાર દ્વારા એક પણ રૂપિયાની સહાય ગૌશાળા તેમજ પાંજરાપોળને ન ચુકવાતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ સરકારે કરેલા 500 કરોડની જાહેરાત ગૌશાળા પાંજરાપોળ ને ચૂકવવામાં આવે તેવી અનેકવાર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી સરકારનું પેટનું પાણી હલયું નથી જેથી બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ તારીખ 24 સુધી સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો સરકાર 500 કરોડની જાહેરાતની ચુકવણી નહીં કરે તો આગામી સમયમાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકો આંદોલનના મૂડમાં છે બે દિવસ અગાઉ ડીસા ખાતે ગૌશાળા પાંજરાપોળના સંચાલકો ગાય સાથે ડીસા મામલતદારને આવેદનપત્ર આપી રામધૂન બોલાવી સરકારને જગાડવાનો પ્રયત્ન કરાયો હતો તે બાદ આજે દિયોદર ખાતે ગૌશાળા ના સંચાલકો નંદી સાથે માલદાર કચેરીએ પહોંચી સહાયને લઈને રજૂઆત કરી હતી...

 

સમગ્ર ગુજરાતમાં આવેલ ગૌશાળા તેમજ પાંજરાપોળને તાજેતરમાં યોજાયેલા બજેટમાં સરકારે 500 કરોડની પશુઓ માટે સહાયની જાહેરાત કરી હતી પરંતુ આ સહાયની જાહેરાત ને લઈ ગૌશાળા પાંજરાપોળમાં આવતું દાતા નું દાન બંધ થઈ જવા પામ્યું હતું જેના કારણે ગૌશાળા પાંજરાપોળ ના સંચાલકોને પશુઓને નિભાવવા મુશ્કેલીમાં મુકાયા હતા. આ સરકારે કરેલી જાહેરાતને તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે તેવી અનેકવાર રજૂઆત કરાઈ છે પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા ગુજરાતની તમામ ગૌશાળા તેમજ પાંજરાપોળ ને એક પણ રૂપિયાની સહાય ચૂકવણી કરવામાં આવી નથી જેને લઈને હાલ તમામ ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે‌ સરકારે કરેલી જાહેરાત તાત્કાલિક ચૂકવવા માટે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો એ 24 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો આ સરકાર દ્વારા 24 તારીખ સુધી ગૌશાળા અને પાંજરાપોળ ને સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય તાત્કાલિક ચુકવવામાં નહિ આવે તો સંચાલકો ઉગ્ર આંદોલન કરવાની મૂડમાં છે ત્યારે બે દિવસ અગાઉ ડીસા ખાતે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ગાયને લઈ ડીસા મામલતદારને આવેદનપત્ર આપી સરકારે ગાયો માટે કરેલી જાહેરાત તાત્કાલિક ચુકવવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી અને રામધૂન પણ બોલાવાઈ હતી તે બાદ આજે દિયોદર ખાતે ગૌશાળા ના સંચાલકો નંદી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને સરકારે કરેલી 500 કરોડની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે તેવી સંચાલકોએ મામલતદાર મારફતે આવેદનપત્ર આપી રાજ્યપાલને સહાય ચૂકવવાની માંગ કરી છે અને જો સરકાર 500 કરોડની સહાય તાત્કાલિક ચુકવવામાં નહીં આવે તો આગામી સમયમાં ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકો ઉગ્ર આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી...

Download Our B K News Today App



Related News