પાલનપુર પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીએ બનાવી અનોખી મોબાઈલ એપ્લિકેશન : કોરોના વેક્સીનેશન માટે લાગતી લાઈનોની સમસ્યામાંથી મળશે મુક્તિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-28 12:12:32
  • Views : 313
  • Modified Date : 2021-08-28 12:12:32

    સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસની મહામારી દરમ્યાન લોકો ભારે હાલાકી ભોગવી ચુક્યાં છે અને હવે જ્યારે વેક્સીનેશન કાર્યક્રમ સમગ્ર ભારતભરમાં યોજાઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમો દરમ્યાન કોરોના વેક્સીન લેવા માટે પણ લોકોને આખો આખો દિવસ લાઇનોમાં ઊભા રહેવું પડે છે અને કેટલીક વાર તો લાઈનમાં આખો દિવસ ઊભા રહ્યા બાદ પણ નંબર ન આવતા લોકોને ધક્કા પડતાં હોય છે. ત્યારે પાલનપુરની સરકારી પોલીટેકનીક કોલેજમાં અભ્યાસ કરતા નૈલેશ પરમાર નામના એક વિદ્યાર્થીએ વેક્સિનેશન દરમિયાન લાઇનોમાં ઊભા રહેવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી જાય તેવી મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. તેમાં વેક્સિનેશન સેન્ટર પર એક સ્કેન કોડ લગાવવામાં આવે છે. જે સ્કેન કોડને મોબાઈલ દ્વારા સ્કેન કરવાથી રસી લેવા આવનાર વ્યક્તિનો કેટલામો નંબર છે તે મોબાઈલમાં ડિસ્પ્લે થાય છે. જો તેનો નંબર આવવામાં કલાક જેટલો સમય લાગી શકે તેમ હોય તો તે ત્યાં સુધી અન્ય કામકાજ પતાવી શકે છે. જેનાથી સમયની પણ બચત થાય છે અને તે દરમ્યાન તેના મોબાઇલ પર સતત અપડેટ પણ મળતુ રહે છે કે હવે તેની આગળ કેટલા વ્યક્તિનું વેક્સીનેશન બાકી છે. અંતે જ્યારે ૫ નંબર બાકી હોય ત્યારે મોબાઈલમાં મેસેજ દ્વારા એલર્ટ પણ મળે છે. જેથી સમયસર વેક્સીન સેન્ટર પર પહોંચીને રસી મુકાવી શકાય છે. 

પાલનપુર સરકારી પોલીટેકનીક કોલેજમાં ઈલેકટ્રીકલ વિભાગમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ પટેલે કોરોના વેક્સિનેશન સેન્ટરો પર ભીડ જોઈ ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે આવી કોઈ એપ્લિકેશન બનાવી શકાય કે કેમ જેનાથી લાઇનમાં ઉભા રહેવાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે. તેઓએ વિદ્યાર્થી નૈલેશ પરમારને વાત કરતા તેણે આ એપ બનાવવા સતત ૧ માસ સુધી કામ કરીને અંતે સફળતા મેળવી છે.

 

Download Our B K News Today App



Related News