ડીસાના વિઠોદર ગામ ની અનોખી પહેલ: પ્રગતિશીલ ખેડૂત સહિત અધિકારીઓ નું સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-06 10:46:17
  • Views : 284
  • Modified Date : 2022-04-06 10:46:17

ડીસા તાલુકાના વિઠોદર ગામના નવનિયુક્ત મહિલા સરપંચે અનોખી પહેલ કરી ગામના પ્રગતિશીલ ખેડૂત સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગ્રામજનો નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ડીસાના વિઠોદર ના મહિલા સરપંચ શિલ્પાબેન હસમુખભાઈ સોલંકી (ઠાકોર) દ્વારા ગ્રામજનો ને પ્રોત્સાહન કરવા માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં મહિલા સરપંચ શિલ્પાબેન સોલંકી સહિત ગ્રામ પંચાયત ના સદસ્યો અને ગામના આગેવાનો અને યુવાઓના સાથ સહકારથી વીઠોદર - તાલેગઢ ગામની પ્રાથમિક અને હાઈસ્કુલ ના આચાર્યો, ગામના જ બહાર નોકરી કરતાં ભાઈ-બહેનો, ગામમાં ફરજ બજાવતાં આરોગ્ય કર્મચારીઓ, ગામના આંગણવાડી કર્મચારીઓ, વિઠોદર ગામની આશાવર્કર બહેનો, ગામના પ્રગતિશીલ ખેડૂત અને એક થી ત્રણ નંબર મેળવનાર ખેડૂતો, સૌથી વધુ દુધ ઉત્પાદન કરનાર પશુપાલકો, દુધ મંડળીના મંત્રી અને સફાઈ કામદારો સહિત નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News