બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માનપુર ગામના લોકોની અનોખી પહેલ : જુઓ અમારો વિશેષ અહેવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-24 11:33:48
  • Views : 326
  • Modified Date : 2022-02-24 11:33:48

 

ભારત દેશ ની જો કલ્પના કરીએ તો ગામડા વગર ના થઈ શકે. ભારત નું હૃદય એટલે ગામ  ત્યારે ગામડાઓનો વિકાસ થાય તો જ ભારત દેશ નો વિકાસ થાય તે ચોક્કસ છે.ત્યારે આ ગામડાઓ સમૃધ્ધ કઈ રીતે થાય તે માટે સરકાર પણ પ્રયત્નો કરી રહી છે..વર્ષો પહેલા ગામડાઓ ની પરંપરા અલગ હતી.પરંતુ સમય જતાં ગામડાઓ માં પણ આધુનિકતા આવી રહી છે.લોકો ગામડાઓ માં થી શહેરો તરફ વળ્યા ત્યારે ગામડાઓ માં જૂની પરંપરા બદલાતી ગઈ.પહેલા જે ખેતી કરવામાં આવતી હતી તે સંપૂર્ણ પાકૃત્તિક ખેતી હતી.પરંતુ ધીરે ધીરે છેલ્લા કેટલાક વર્ષો થી રાસાયણિક ખાતર તેમજ અન્ય દવાઓ ના છંટકાવ દ્વારા ખેતી કરવામાં આવતા લોકો અનેક રોગો ના શિકાર બનતા જોવા મળી રહ્યા છે.ત્યારે પાલનપુર તાલુકાના માનપુર ગામે રહેતા હરેશભાઈ ચૌધરી એ આજ થી 10 વર્ષ પહેલાં પાકૃતિક ખેતી ની શરૂઆત કરી હતી.જેમાં તેમને દેશી ગાય ના છાણ ગૌ મૂત્ર  દ્વારા આ પાંકૃતિક ખેતી ની શરૂઆત કરી હતી.જોકે સમગ્ર ગામ ના ખેડૂતો પાકૃત્તીક  ખેતી કરતા  થાય તે માટે પણ બીડું ઝડપ્યું. હરેશભાઈ એ પર્યાવરણ થકી  ગ્રામ વિકાસ મુદ્દે ગામ માં તેમજ ગામમાં ખેતી કરતા ખેડૂતો માં જાગૃકતા લાવી પાકૃતિક્ ખેતી કઈ રીતે કરી શકાય તેની સમજણ આપવા સહિત પોતાના ખેતર માં બીજા ખેડૂતો ને બોલાવી  પ્રેક્તિકલ  સમજણ આપવાનું શરૂ કર્યું.. જેના થકી આજે માનપુર ગામે મોટા ભાગના ખેડૂતો પાકૃતીક ખેતી તરફ વળ્યા છે..હરેશ ભાઈ નું કહેવું છે કે 2025 સુધી સંપૂર્ણ માનપુર ગામ ઓર્ગેનિક ગામ બની જશે જે ગુજરાત માં પહેલું ગામ હશે તેવા અમારા પ્રયાસો છે.

 

માનપુર ગામે પ્રાકૃતિક ખેતી ને લઈને ખેડૂતોમાં જાગૃતિ આવી છે. દસ વર્ષ પહેલા ગામના યુવાન હરેશભાઈ ચૌધરી એ જે શરૂઆત કરી હતી પ્રાકૃતિક ખેતી ની ત્યારબાદ હવે તેમના અથાગ પ્રયત્નો થકી આ ગામના ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે .હરેશ ભાઈ ચૌધરી નું કહેવું છે કે મનુષ્ય ને  જે પ્રમાણે હવા પાણી તેમજ ખોરાકની મહત્વની જરૂરિયાત જીવનમાં હોય છે તે રીતે એક સારો ખોરાક સારી હવા મળી રહે તે માટે પણ આ સમગ્ર પ્રાકૃતિક ખેતી એક મહત્વનો ભાગ ભજવે છે. પ્રાકૃતિક ખેતી દેશી ગાય ના છાણ તેમજ ગૌ મૂત્ર થકી કરવામાં આવે છે. ગાય માતા ને પોતાના ખેતર માં રાખી તેના છાણ  ગૌ મૂત્ર છાછ સહિત લીમડાના પાન  નો ઉપયોગ કરી અલગ પ્રકારના ખાતર બનાવી તેને જમીન માં નાખી પાક નું વાવેતર કરી રહ્યા છે.રાસાયણિક ખાતર તેમજ દવાઓ નાખ્યા વગર  પાકો લઈ શકાય છે. જેનાથી આવનારા ભવિષ્ય બાળકો માટે પણ એક મહત્વનો ખોરાક ગણી શકાય તે રીતનું આ પ્રાકૃતિક ખેતી થકી કામ થાય છે .જે પ્રમાણે રાસાયણિક ખાતર તેમજ કેમિકલ દવાઓ દ્વારા ખેતી કરવામાં આવતી હોય છે .ત્યારે આ ખેતીને લઈને અનેક રોગો નો લોકો ભોગ બન્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા   હોવાના અહેવાલ છે. ત્યારે પ્રાકૃતિક ખેતી ને લઈને હાલ જ્યારે દેશના વડાપ્રધાન તેમજ રાજ્યની સરકારો પણ પ્રયત્નો કરી રહી છે. ત્યારે ખેડૂતોએ પણ આ પ્રાકૃતિક ખેતી એક દેશી ગાય આધારિત એટલે કે દરેક ઘર આગળ ખેતરમાં દેશી ગાય અને તે થકી જો ખેતી કરવામાં આવે તો ભારત વર્ષના જે ગામડાઓ છે જે જૂની પરંપરા મુજબ ના જે ગામડાઓ હતા તે ફરીથી એકવાર એ જ ગામડાઓ જોવા મળી શકે તેવું આ પ્રાકૃતિક ખેતી તરફ થી લાગી રહ્યું છે.

પાંકૃતિક્ ખેતી થી તૈયાર કરવામાં આવતા પાકો ની માંગ હવે દિવશે દિવશે વધી રહી છે. ઘઉ. વરિયાળી. કઠોળના પાકો હળદર જેવા પાકો હરેશભાઈ એ પાકૃત્તીક્ ખેતી કરી તૈયાર કર્યા હતા જેના બજારમાં ઊંચા ભાવે વેચી એક સારી કમાણી પણ ખેડુત તરીકે કરી રહ્યા છે.લોકો હવે પાકૃતિક્ ખેતી થી તૈયાર થતા પાકો લેવા માટે સામે થી ફોન કરતા હોય છે.કુદરતે આપેલી અનેક અમૂલ્ય ભેટો જે ઔષદ્ધીઓ હોય કે વનસ્પતિ હવા પાણી નો માણસ જો યોગ્ય રીતે ઉપયોગ કરતો થાય તો મનુષ્ય જીવન ખુબજ ફાયદો થાય તેવું પાકૃતિક ખેતી પર થી લાગી રહ્યું છે.

 

બનાસકાંઠાનું માનપુર ગામ જે એક એવું ગામ  જ્યાં ત્રણ વર્ષ અગાઉ  દરેક સમાજ ના યુવાનો દ્વારા એક નવી પહેલ શરૂ કરી  દરેક  ઘર  આગળ તુલસી અરડુસી અજમો એ પ્રકારના મેડિશનલ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે.કોરોના સમયે આ ગામના લોકો એ પોતાના ઘર આગળ વાવેલા ઔષધિઓ થી ઉકાળા બનાવી રક્ષણ મેળવ્યું હતું. તેમજ  ઘર આગળ ફળ ના વૃક્ષો પણ લગાવવામાં આવ્યા છે. આવનારા સમયમાં બાળકો કુપોષણથી મુક્ત થાય તે માટે ઘર આગળ વાવેલા વૃક્ષો ના ફળ માતાઓ બાળકો ખાઈ શકે તે થકી આ ફળાઉ વૃક્ષો વાવવા માં આવ્યા હોવાનું યુવાનો એ જણાવ્યું હતું.માનપુર ગામે યુવાનો દ્વારા  દિવાળીના સમયે ફાળો ઉઘરાવી મીઠાઈ બનાવવામાં આવે છે અને તે મીઠાઈનું સમગ્ર ગામ સહિત અન્ય જગ્યાએ પણ વેચાણ કરવામાં આવે છે અને તે વેચાણ કર્યા બાદ જે નફો  આવે છે તે નફાના પૈસાથી ગામ ના સ્મશાન માં ટ્યુબવેલ બનાવી પાણી ની વ્યવસ્થા કરી ત્યાં વૃક્ષારોપણની શરૂઆત છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી છે .દર વર્ષે દિવાળી ઉપર આ રીતના મીઠાઈ બનાવી તેનો નફો મેળવી અને સ્મશાન ગૃહ માં વૃક્ષારોપણ કરી અને  400 થી વધુ તેમજ 60 પર જાતિના વૃક્ષો વાવવામાં આવ્યા છે .જેમાં ફળાઉ વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. યુવાનો દ્વારા જાત મહેનતથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે .ગામના યુવાનો નું માનવું છે કે ગામને શુદ્ધ હવા પૂરી પાડવી હોય તો ગામની આજુબાજુ વૃક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે. તેમજ જે સ્મશાન માં જતા લોકો ડરતા હોય છે તે સ્મશાન ને અમે એક મીની જંગલ બનાવીને પર્યાવરણ ના જતન સાથે ગામને શુદ્ધ હવા મળી રહે અને આવનારા સમયમાં આ વૃક્ષો થકી ગામને પણ મોટો ફાયદો થાય તેના માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.

 

Download Our B K News Today App



Related News