ડીસામાં આરોગ્ય વિભાગની અનોખી પહેલ : રસી લેવા માટે આવેલ લોકોને તુલસીનો છોડ આપી રસીકરણ કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-06 12:24:21
  • Views : 257
  • Modified Date : 2021-07-06 12:24:21

     સમગ્ર ભારત ભરમાં કોરોના વાઇરસ એ હાહાકાર મચાવ્યો હતો. જેમાં અનેક લોકોએ કોરોના ના  કારણે જીવ પણ ગુમાવ્યો છે.ત્યારે સરકાર દ્વારા કોરોના વાઇરસ ને અટકાવવા માટે લોકો વધુમાં વધુ રસીકરણ કરાવે તેવા આદેશ કરવામાં આવ્યા ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકો   રસીકરણ કરાવે તેવા લોકોમાં જાગૃતિ ના કાર્યક્રમો તેમજ જાહેર માં રસીકરણ અભિયાન ચાલુ કરાવ્યું જેથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસો માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ ડીસા ખાતે આવેલ અર્બન 2 માં આરોગ્ય ના કર્મચારી દ્વારા  રસીકરણ કરાવવા માટે આવતા લાભાર્થીઓને એક તુલસી નો છોડ આપી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું  હતું.

Download Our B K News Today App



Related News