મહિલા દિવસ પર ગુજરાત સરકારની અનોખી પહેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-08 15:14:58
  • Views : 47
  • Modified Date : 2025-03-08 15:14:58

મહિલા દિવસ પર ગુજરાત સરકારે અનોખી પહેલ કરી હતી. જેના કારણે ગૃહમંત્રીએ પણ કામગીરીને બિરદાવી હતી.



આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત સરકારે અનોખી પહેલ કરી હતી. જેમાં લખપતિ દીદી કાર્યક્રમનું સંચાલન મહિલાઓને સોંપવામાં આવ્યું હતું. જેમાં મહિલા પોલીસ અધિકારીઓએ સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. ત્યારે તમામ કામગીરીને લઇ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓની પ્રતિબદ્ધતા બિરદાવી હતી.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા



આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કામગીરી


આજે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ દિવસને ગુજરાત સરકાર દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સામેલ થનાર છે. ત્યારે મહિલાઓને સક્ષમ બનાવવાના ભાગરૂપે કાર્યક્રમમનું સંપૂર્ણ સંચાલન મહિલા પોલીસને સોંપવામાં આવ્યું છે.



આ પણ વાંચો: સેલવાસમાં નરેન્દ્ર મોદીના હસ્તે નમો હોસ્પિટલ સહિત 2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ


એડિશનલ ડીજીપી નીપૂર્ણા તોરવણેએ સમગ્ર વ્યવસ્થાની વિગતો આપતા જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં આ કાર્યક્રમના આયોજનની તમામ કામગીરીઓ મહિલાઓને સોંપી દેવામાં આવી છે. અને ઘણો મોટો કાર્યક્રમ હોવાના કારણે તમામ જવાબદારી તેઓએ સંપૂર્ણ એકાગ્રતાથી નિભાની છે. આ સમગ્ર બંદોબસ્તમાં કુલ 2 હજારથી વધુ મહિલા કોન્સટેબલ, 61 PI, 187 PSI, 5 SP અને 1 DIG જોડાઇ છે. કાર્યક્રમમાં તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News