ડીસા તાલુકાની આસેડા ગ્રામ પંચાયતની સ્વચ્છતા માટે અનોખી પહેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 11:08:51
  • Views : 203
  • Modified Date : 2022-04-03 11:08:51

ડીસા તાલુકાની આસેડા ગ્રામ પંચાયતની સ્વચ્છતા માટે અનોખી પહેલ

 

ડીસા તાલુકાના આસેડા ગામ ખાતે આવેલ ગ્રામ પંચાયતે સ્વચ્છતા માટે અનોખી પહેલ શરૂ કરી છે જેમાં આસેડા ગામ માં વેપાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓને આજે ગ્રામ પંચાયત દ્વારા ડોલો વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત જો તેમના ધંધા-રોજગાર આગળ કચરો દેખાશે તો ડંડકીય કાર્યવાહી કરવાની ગ્રામ પંચાયતે નક્કી કર્યું હતું.

 

સ્વચ્છતાને લઈ આજે ડીસા તાલુકાના આસેડા ગામ પંચાયત એ નવી પહેલ શરૂ કરી છે આમ તો સ્વચ્છતાની દ્રષ્ટિએ શહેરી વિસ્તારમાં સૌથી વધુ લોકો જાગૃત જોવા મળતા હોય છે પરંતુ હવે આ સ્વચ્છતા અભિયાનમાં ગ્રામીણ વિસ્તારના લોકો પણ ધીમે ધીમે જોડાઈ રહ્યા છે અને ડીસા તાલુકામાં સૌપ્રથમવાર સ્વચ્છતાને લઈ આસેડા ગ્રામ પંચાયતે નવી પહેલ શરૂ કરી છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત દરેક ગામના લોકો પોતાનું ગામ સ્વચ્છ રાખે તે માટે વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાનમાં ધીમે ધીમે શહેરી વિસ્તાર બાદ ગ્રામીણ વિસ્તારના લોકો પણ જોડાઈ રહ્યા છે જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગ્રામ પંચાયત દ્વારા આજે ગામમાં આવેલ તમામ દુકાનદારોને ગામ સ્વચ્છ રહે તે માટે ડોલુ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ ગ્રામ પંચાયત દ્વારા એકદમ સ્વચ્છતા માટેની લારી પર બનાવવામાં આવી છે જે લારી દ્વારા તમામ દુકાનો કચરો એકત્રીત કરી યોગ્ય જગ્યાએ નિકાલ કરશે આ સમગ્ર સ્વચ્છ અભિયાન અંતર્ગત ગામમાં કોઈપણ દુકાન આગળ કચરાના ઢગલા જોવા મળશે તો ગ્રામ પંચાયત દ્વારા 500 રૂપિયાનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે. જેથી આવનારા સમયમાં ડીસા તાલુકાનું આસેડા ગામ પણ સ્વચ્છ બને.

Download Our B K News Today App



Related News