બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનો અનોખો પ્રયોગ : રણના અમૃત ફળ ખારેકનું થરાદમાં કર્યું સફળ ઉત્પાદન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-25 11:06:23
  • Views : 320
  • Modified Date : 2021-06-25 11:06:23

     બનાસકાંઠા જિલ્લાને આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે વર્ષોથી બનાસકાંઠા જિલ્લો ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે વર્ષો પહેલા જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પાણીની તીવ્ર તંગી હતી ત્યારે ખેડૂતો સીઝન આધારિત ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા પરંતુ જેમ-જેમ બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નહેર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહી છે તેમ તેમ ખેડૂતો દિવસેને દિવસે ખેતીમાં પ્રગતિ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લો આમ તો રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વાવેતર ઓછું થતું હતું પરંતુ હવે નર્મદાના પાણી પહોંચતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતો અલગ-અલગ ખેતી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને સરહદી વિસ્તારના ખેડૂતોની ખેતી કરવાની નોંધ દેશ અને વિદેશના ખેડૂતો પણ લઇ રહ્યા છે.
     
     આપ જોઈ રહ્યા છો એ તસ્વીર છે થરાદ તાલુકાના આજાવાડા ગામના ખેતરની તસ્વીરો છે. જે રીતે ડીસા તાલુકો બટાટા નગરી મનાય છે અને લાખણી તાલુકો દાડમનું હબ.. બસ તેવી જ રીતે થરાદ તાલુકો ખારેકની સફળ ખેતી તરફ આગળ વધી રહ્યો છે.. પાણીની બુંદ બુંદ માટે તરસી રહેલા આ વિસ્તારમાં ખેતીની વાત તો દૂર રહી પરંતુ પીવાના પાણીની પણ તંગી વર્ષોથી છે.. પરંતુ જ્યારે આ વિસ્તારમાં નર્મદાની કેનાલ આવતા આ વિસ્તારમાં ખેતી કરવાનું શક્ય બન્યું છે.. અને અત્યારે આ વિસ્તારના ખેડૂતો કેનાલના પાણીથી સફળ ખેતી કરી રહ્યા છે.. હવે આ વિસ્તારના સફળ ખેડૂતોએ સૂકા વિસ્તારમાં ખારેકની સફળ ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે.. થરાદ તાલુકામાં આવેલા આજાવાડા ગામમાં રહેતા રાજાભાઈ પટેલ નામના ખેડૂતે ત્રણ વર્ષ પહેલા પોતાના ખેતરમાં ખારેકના ૧૫૦ જેટલા છોડ વાવયા હતા.. અને અત્યારસુધીમાં આ છોડના ઉછેર પાછળ ૫૦ હજાર જેટલો ખર્ચ કર્યો છે.. પરિણામે અત્યારે આ ૧૫૦ ખારેકના છોડ રાજાભાઈ પટેલને વાર્ષિક લાખ્ખો રૂપિયાની કમાણી આપી રહ્યા છે.

     બે એકર જેટલી જમીનમાં વાવેલા આ ૧૫૦ જેટલા છોડ અત્યારે રાજેશભાઈ પટેલને વાર્ષિક ૩ લાખ રૂપિયાની આવક આપી રહ્યા છે.. સામાન્ય રીતે ખેડૂતો ઇઝરાઈલની ખારેક લાવીને તેનું વાવેતર કર્યું છે.. પરંતુ રાજેશભાઈ પટેલે તેમના ખેતરમાં કચ્છી દેશી ખારેકનું વાવેતર કર્યું છે.. અને દેશી ખાતર અને બોરના પાણીથી તેની માવજત કરીને મધ જેવી મીઠી ખારેકનું સારું એવું ઉત્પાદન કરી રહ્યા છે અને લોકો સીધા ખેતર પર આ ખારેકની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે.

      છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠાના ખેડૂતો પરંપરાગત ખેત પદ્ધતિથી દૂર જઈને આધુનિક ખેત પધ્ધતિ અપનાવી રહ્યા છે. આ વિસ્તારમાં અગાઉ ક્યારે ખેતીની કલ્પના નહોતી કરી એવી ખેતી કરીને મબલખ ઉત્પાદન કરી આવક મેળવી રહયા છે. જિલ્લામાં ઇઝરાયેલ ખારેક નું વાવેતર થઈ રહ્યું છે ત્યારે અજાવાડા ના રાજેશભાઇ એ દેશી ખારેક નું ઉત્પાદન કરી ખેડૂતો ને નવો રાહ ચીંધ્યો છે.

 

Download Our B K News Today App



Related News