કાંકરેજના હરિનગર પ્રાથમિક શાળાના શિક્ષકનું અનોખું શિક્ષણ : પોતાના શર્ટ પર જ લખાણ લખી વિદ્યાર્થીઓને આપી રહ્યા છે શિક્ષણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-02 12:31:26
  • Views : 279
  • Modified Date : 2021-07-02 12:31:26

     સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ ની બીજી લહેર ઘાતક સાબિત થઇ હતી સતત કોરોનાવાયરસ ની મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ વધે નહીં તે માટે ગુજરાતની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી ગત વર્ષે પણ કોરોનાવાયરસ ની મહામારીમાં શાળાઓ બંધ થતા વિદ્યાર્થીઓ પર મોટી અસર જોવા મળી હતી ત્યારે આ વર્ષે પણ કોરોના વાયરસની મહામારીમાં ફરી એકવાર તમામ શાળાઓ બંધ હતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લો એ આમ તો અતિ પછાત જિલ્લો છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટા ભાગના પછાત વર્ગના લોકો વસવાટ કરે છે અને તેમના બાળકો પણ સરકારી શાળાઓમાં અભ્યાસ મેળવી રહ્યા છે પરંતુ હાલમાં સરકાર દ્વારા જે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવી છે તેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

     છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારી તેનો કહેર વરસાવી રહી છે અને હજુ પણ કોરોના વાયરસ અટકવાનું નામ લેતો નથી જેના કારણે ધંધા-રોજગાર, ધાર્મિક સ્થળો, હરવા ફરવાના જાહેર સ્થળો ની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ અત્યારે બંધ હાલતમાં છે. શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાના કારણે નાના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી શકતા નથી અને શેરી શિક્ષણ આપવા માટે જતા શિક્ષકો ને કલાસ જેવી સુવિધા શેરીઓમાં મળતી નથી જેથી બાળકોને શાળામાં બ્લેકબોર્ડ જેવી જ સુવિધા શેરીમાં મળી રહે અને વાંચન લેખન ભૂલી ન જાય તે માટે કાંકરેજ તાલુકાના હરિનગર પ્રાથમિક શાળાના એક શિક્ષકે અનોખુ શેરી શિક્ષણ આપવાની શરૂઆત કરી છે.

     કાંકરેજ તાલુકામાં આવેલી હરીપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં તકલીફ પડતી હતી ત્યારે આવા સમયે હરીપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ શિક્ષણ શરૂ કર્યું છે જેનું નામ છે નિલમભાઈ પટેલ . આ નિલમભાઈ પટેલે બાળકોને ભણાવવા માટે પોતાના કપડાં પર જ મૂળાક્ષરો, હિન્દી, ગુજરાતી શબ્દો , સરવાળા - બાદબાકી ની પ્રક્રિયા પેઇન્ટિંગ કરીને જાય છે જેથી બાળકો તેમના કપડાં પરનું લખાણ જોઈને શિક્ષણકાર્ય કરે છે, અત્યારે શાળાઓ બંધ હોવાથી સરકાર દ્વારા વર્ચ્યુઅલ કલાસ, હોમ લર્નિંગ અને ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહી છે તેવામાં નીલમ ભાઈ પટેલ દ્વારા આપવામાં આવતા આ અનોખા શેરી શિક્ષણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

     કોરોનાવાયરસ ની મહામારીમાં સતત વધતા જતા કેસના કારણે ગુજરાત સરકાર દ્વારા તમામ શાળાઓને બંધ કરવામાં આવી હતી અને શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી જેના કારણે તમામ વિદ્યાર્થીઓને રોજેરોજ ફરજિયાત મોબાઈલ દ્વારા જ શિક્ષણ લેવું પડતું હતું પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારમાંથી આવતા હોવાના કારણે તેમની પાસે સારો મોબાઈલ ન હતો જેના કારણે અનેક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેતા હતા ત્યારે આવા સમયે હરીનગર પ્રાથમિક શાળાના શિક્ષક ના આ અનોખા પ્રયાસ થી બાળકો ને પણ ફાયદો થઈ રહ્યો છે. નીલમ ભાઈ પટેલ દ્વારા ગામની શેરી માં એક વૃક્ષની નીચે તમામ વિદ્યાર્થીઓને હાલમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે પણ અનોખી રીતે વાલીઓ પણ અનિલભાઈ પટેલ ના આ શિક્ષણથી પ્રભાવિત થયા છે અને પોતાના બાળકોમાં શિક્ષણના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જેથી ગ્રામજનો માં પણ શિક્ષકના આ પ્રયાસ ને બિરદાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News