ઉત્તરાયણ પર્વ નિમિત્તે ડીસાના વેપારીઓનું અનોખું દાન : ગૌશાળામાં ૧૨ લાખથી વધુ ગોળ દાન આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-16 12:50:55
  • Views : 249
  • Modified Date : 2022-01-16 12:50:55

 

ઉત્તરાયણ પર્વ નિમિત્તે ડીસાના વેપારીઓ દ્વારા ગૌશાળામાં અનોખું દાન કરવામાં આવ્યું છે. આમ તો ઉત્તરાયણના પર્વે પતંગ રસિકો માટેનો સૌથી પ્રિય તહેવાર માનવામાં આવે છે જેના લીધે સમગ્ર ગુજરાતભરમાં ગુજરાતીઓ ઉતરાયણ પર્વની બે દિવસ સુધી રંગેચંગે ઉજવણી કરતાં હોય છે ખાસ કરીને પતંગ રસિયાઓ પતંગ ચગાવીને બે દિવસ સુધી ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે પરંતુ તેની સાથોસાથ ઉત્તરાયણનો પર્વ હિન્દુ ધર્મમાં દાન-પુણ્ય કરવાનો પણ એક અનેરો ઉત્સવ માનવામાં આવે છે જે અંતર્ગત હિન્દુ ધર્મના લોકો ઉત્તરાયણ પર્વની પતંગ ચગાવવાની સાથોસાથ દાન-પુણ્ય કરીને પણ ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરતાં હોય છે જે અંતર્ગત ડીસામાં પણ ગોળના વેપારીઓએ ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી કરી હતી..ખાસ કરીને ડીસામાં આવેલી ગૌશાળામાં બાર લાખથી પણ વધુનો ગોળ વેપારીઓ દ્વારા ગાયોને ખવડાવવા માટે આપી દાન કર્યું હતું અંગે ગોળના વેપારીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં વસતા તમામ વેપારીઓએ એકત્રિત થઇને ડીસા તાલુકામાં આવેલી ગૌશાળામાં ગાયોને ગોળ આપી એક અનોખુ પુણ્ય કર્યું છે..હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે દરજ્જો આપ્યો છે ત્યારે દર વર્ષે ઉજવાતા હિન્દુ ધર્મમાં લોકો પુણ્ય કરીને ઉત્સવોની ઉજવણી કરતાં હોય છે.

Download Our B K News Today App



Related News