કુંભલમેરના ૭ વર્ષના રામભક્તે રામમંદિર નિર્માણમાં આપ્યું અનોખુ યોગદાન : ગલ્લામાં ભેગા કરેલ રૂપિયાનું કર્યું દાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-10 11:27:25
  • Views : 348
  • Modified Date : 2021-02-10 11:27:25

* કુંભલમેરના ૧૬ ગામ લેઉઆ પટેલ સમાજના ૭ વર્ષના નાનકડા રામભક્તે રામમંદિર નિર્માણનિધીમાં યોગદાન આપી સમાજનુ ગૌરવ વધાર્યુ હતું. 

    શ્રીરામ મંદિર નિર્માણ સમર્પણ નિધિ અભિયાન અંતર્ગત પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે (૭)સાત વર્ષના દીકરાએ ગલ્લામાં ભેગા કરેલી રૂપિયા 1739/- રકમ રામ મંદિરના નિર્માણમાં આપી સમાજમાં સારો દાખલો બેસાડ્યો  હતો..આજ રોજ શ્રીરામ મંદિર નિર્માણ સમર્પણ નિધિ અભિયાન અંતર્ગત પાલનપુર તાલુકા ના કુંભલમેર ગામે માનજીભાઇ  રેવાભાઈ વાગડોદાના પૌત્ર ઉત્પલ રમેશકુમાર પટેલ દ્વારા અત્યાર સુધી ગલ્લામાં ભેગા કરેલી કુલ રકમ રૂ. 1739/- રામ મંદિર નિર્માણ માટે આપીને સમાજમાં સારો દાખલો બેસાડ્યો હતો. અને સમગ્ર ૧૬ગામ લેઉઆ પટેલ સમાજનુ ગૌરવ વધાર્યુ છે શ્રી રામ મંદિર નિર્માણ સમર્પણ નિધિ અભિયાનમાં આર.એસ.એસના કાર્યકર્તાઓ   હાજર રહીને દરેક ઘર  જઈને સમર્પણ નિધિ મેળવી હતી અને  સાહિત્ય સ્ટીકર લગાવ્યા હતા.

Download Our B K News Today App



Related News