કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે ટોલ ટેક્સ જી.પી.એસ. પરથી નાખવામાં આવશે, નવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 16:50:53
  • Views : 277
  • Modified Date : 2021-03-18 16:50:53

     આવનારા સમયમાં તમને મુસાફરી દરમિયાન ટોલ પ્લાઝ પર થનારી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે. કેન્દ્રીય સડક, પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ગુરુવારે સંસદમાં કહ્યું કે આગામી એક વર્ષમાં હાલની ટોલ કલેક્શન સિસ્ટમને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે. એટલે કે હાલના ટોલ પ્લાઝાને હટાવી દેવામાં આવશે. તેની જગ્યાએ ટોલ કલેક્શન માટે નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે.

    કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલની ટોલ કલેક્શનની વ્યવસ્થાને સમાપ્ત કરવા માટે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ(GPS) દ્વારા ટોલ ટેક્સ વસુલવામાં આવશે. આ અંતર્ગત વાહન જેટલા કિલોમીટર સુધી હાઈવેનો પ્રયોગ કરશે, તેટલા કિલોમીટર માટે જ ટોલ ટેક્સની વસુલાત કરવામાં આવશે. હાઈવે પર ચઢવા અને ઉતરવાનું રેકોર્ડિંગ GPS દ્વારા નોંધવામાં આવશે.એટલે કે જો કોઈ વાહનચાલક એક પોઈન્ટથી હાઈવે પર ચઢ્યા પછી 35 કિલોમીટર સુધીની મુસાફરી કર્યા પછી હાઈવે છોડે છે તો માત્ર 35 કિલોમીટર માટે જ ટોલ ટેક્સ વસુલવામાં આવશે. હાલની વ્યવસ્થામાં પ્રત્યેક 60 કિલોમીટર પર ટોલ પ્લાઝા આવેલા છે અને વાહન ચાલકોએ ઓછામાં ઓછા 60 કિલોમીટર માટે ટોલ ટેક્સ ચુકવવો પડે છે.

પ્રશ્નકાળ દરમિયાન અમરોહાથી સાંસદ દનિશ કુવર અલીના એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવા વાહનોમાં GPS કંપની તરફથી લગાવીને આપવામાં આવે છે. જુના વાહનોમાં GPSની સમસ્યા છે. ટોલ ટેક્સ કલેક્શનની નવી સિસ્ટમ માટે સરકાર તરફથી જુના વાહનોમાં મફત GPS લગાવવામાં આવશે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવી સિસ્ટમમાં ટોલ ટેક્સની વસુલાત ફાસ્ટેગથી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલ દેશમાં લગભગ 93 ટકા ટોલ ટેક્સ કલેક્શન ફાસ્ટેગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેશ દ્વારા ટોલ ટેક્સ આપનારા શેષ 7 ટકા વાહનોને ફાસ્ટેગથી જોડવા માટે કાર્યવાહી કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News