કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના ત્રાગડમાં પબ્લિક પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-30 14:31:53
  • Views : 77
  • Modified Date : 2023-09-30 14:31:53

અમિત શાહે ત્રાગડ પાસે લલિતા ગોવિંદ ઉદ્યાન નજીક જાહેર સભા સંબોધન કર્યુ. જેમાં તેમણે નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે લોકો માગે તે પહેલા જ સરકારે વિકાસના કામો કર્યા છે. 50 વર્ષે કામ થાય તેવા 4 કામ માત્ર 3 મહિનામાં કર્યા છે. તેમણે જણાવ્યુ કે હું આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે ગુજરાત સરકારનો આભાર માનુ છું.કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે અમિત શાહે ત્રાગડમાં પબ્લિક પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ છે.આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.આ પ્રસંગે અમિત શાહે સભાને સંબોધન પણ કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે લોકો માગે તે પહેલા જ સરકારે વિકાસના કામો કર્યા છે.અમિત શાહે ત્રાગડ પાસે લલિતા ગોવિંદ ઉદ્યાન નજીક જાહેર સભા સંબોધન કર્યુ. જેમાં તેમણે નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે લોકો માગે તે પહેલા જ સરકારે વિકાસના કામો કર્યા છે. 50 વર્ષે કામ થાય તેવા 4 કામ માત્ર 3 મહિનામાં કર્યા છે. તેમણે જણાવ્યુ કે હું આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે ગુજરાત સરકારનો આભાર માનુ છું. તેમણે જણાવ્યુ કે મે જ્યારે જ્યારે પત્ર લખ્યો હોય. પછી ભલે તે ઔડાનું કામ હોય, AMCનું કામ હોય કે પછી સરકારનું કામ હોય, મોટાભાગના કામોને પ્રાથમિકતા આપીને કરવામાં આવ્યા છે.આ સાથે જ અમિત શાહે માહિતી આપી હતી કે છેલ્લા 52 મહિનામાં ગાંધીનગર વિસ્તારમાં 17 હજાર 544 કરોડ રુપિયાના કામો થયા છે. તેમાં ભારત સરકારના કામો અલગથી છે. તેમણે વડાપ્રધાન મોદીની કામગીરીની પ્રશંસા કરતા કહ્યુ કે અત્યાર સુધીમાં G20નું આયોજન ઘણા દેશોએ કર્યુ છે. જો કે ભારતમાં થયેલા આયોજનને લઇને બધા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ એકમુખે કહ્યુ કે G20નું આયોજન જે ભારતે કર્યુ છે, તે આવનારા 25 વર્ષ માટે વિશ્વના તમામ દેશો માટે પડકારરુપ રહેશે.ભારતે આફ્રિકન યુનિયનને G20માં જોડવાનું કામ કર્યુ છે અને સમગ્ર વિશ્વમાં નેતૃત્વનો સંદેશ આપ્યો છે. સાથે જ તેમણે વડાપ્રધાન દ્વારા પાસ કરાવાયેલા મહિલા અનામત બિલની પણ વાત કરી અને જણાવ્યુ કે વર્ષોથી લટકતા મહિલા અનામત બિલને નવી સંસદમાં પહેલા બિલ તરીકે પાસ કર્યુ છે.

Download Our B K News Today App



Related News