કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણી માટે આજેથી પોતાના મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 12:09:06
  • Views : 75
  • Modified Date : 2024-03-15 12:09:06

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણી માટે આજથી પોતાના મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. આજે ગુરુકુળ રોડથી તેમણે ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે તેમણે પ્રચારની શરુઆત કરી છે.સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ અમિત શાહે પ્રચારની શરૂઆત કરી છે. અમિત શાહે એક સભા પણ સંબોધી, જેમાં તેમણે જણાવ્યુ કે 1500 રાજનીતિક પાર્ટીઓની વચ્ચે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે કે જેણે રસ્તા પર પડદા અને પોસ્ટર લગાવનારને દેશના ગૃહ પ્રધાન બનાવ્યા છે.એક બુથના અધ્યક્ષથી પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે.અમિત શાહે જણાવ્યુ કે ભાજપ જ એક માત્ર એવી પાર્ટી છે કે જેણે ચા વેચનારા એક નાનકડા છોકરાને દેશના વડાપ્રધાન બનવા સુધીની સફર કરાવી છે.તેમણે જણાવ્યુ કે નરેન્દ્ર મોદીના શાસને દેશને 10 વર્ષમાં સમૃદ્ધ કરવાનું કામ કર્યુ છે.નરેન્દ્રભાઇએ 60 કરોડથી વધુ ગરીબોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કર્યુ છે. તેમણે દેશની-માતાઓ બહેનોને 33 ટકા રિઝર્વેશન આપી લોકસભા અને વિધાનસભામાં જવાનો રસ્તો પ્રશસ્થ કર્યો છે.અમિત શાહે જણાવ્યુ કે વડાપ્રધાન મોદીએ ડિજિટલ ક્રાંતિ અને મેક ઇન ઇન્ડિયાથી દેશના યુવાઓને વિશ્વના યુવાનો સામે ઊભા રહેવાનો એક મંચ આપ્યો છે. તેમણે જણાવ્યુ કે ભાજપના રાજમાં આતંકવાદ,નક્સલવાદ, ઘૂષણખોરી નાબૂદ થઇ છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 એક ઝાટકે નાબુદ કરાયા છે.

Download Our B K News Today App



Related News