થરા ઈન્દીરા નગરમાં આંગણવાડીના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-08 12:58:05
  • Views : 287
  • Modified Date : 2021-07-08 12:58:05

     ઈન્ડિકેટ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસ (આઈ.સી.ડી.એસ.) મહિલા અને બાળ વિકાસ દ્વારા આંગણવાડી બાળકોને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ કાંકરેજ સેજો ટોટાણા આંગણવાડી કેન્દ્ર થરા- ,ઈન્દિરાનગર ખાતે આંગણવાડીમાં અભ્યાસ કરતા થી વર્ષના ૪૫ બાળકોને થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ સી. વાઘેલા,થરા શહેર ભાજપ પ્રમુખ અનુભા કે.વાઘેલાના વરદ હસ્તે યુનિફોર્મનું વિતરણ કરવામાંઆવ્યું ત્યારે પૃથ્વીરાજસિંહે પ્રાસંગિક પ્રવચન દ્વારા ભાજપ સરકારદ્વારા કરેલ કામો વિશે માહિતગાર કરી સરકારી લાભો લેવા જણાવેલ. પ્રસંગે થરા શહેર ભાજપ ઉપ પ્રમુખ રાઘવ જોષી, જશોદાબેન મકવાણા વગેરે લોકો ઉપસ્થિત રહ્યાં હતા.કાર્યક્રમનું સંચાલન આંગણવાડી કાર્યકર તસલીમાબેન ફકીર દ્વારા કરવામાં આવ્યું.

Download Our B K News Today App



Related News