કાંકરેજ તાલુકાના તેરવાડા ગામના એક મકાનમાંથી ૧,૯૧,૦૦૦/-રૂ.ની લુંટ કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 11:58:32
  • Views : 373
  • Modified Date : 2021-07-26 11:58:32

    કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે રહેતાં અમરતલાલ કેશવરામ ઠકકર ઉ.વ.આ.૮૨ રહે.તેરવાડા,તા.કાંકરેજવાળા પોતાના મકાનમાં ઘરના કંમ્પાઉન્ડમાં રાત્રિના સુમારે સુતા હતા.ત્યારે  અજાણ્યા ચાર ઈસમોએ તેમના ઘરમાં પ્રવેશ કરી તેમના મોઢા ઉપર બુકાનીઓ બાંધી હાથમાં લોખંડની કોશ તથા છરીઓ સાથે અમરતલાલ ઠકકરના ઘરના કંમ્પાઉન્ડમાં પ્રવેશ કરી અમરતલાલ તથા તેમની પત્ની પ્રેમીલાબેનને હથીયારો બતાવી મારી નાખવાની ધમકીઓ આપી બે ઈસમોએ અમરતલાલ તથા  પ્રેમીલાબેનને ઘરમાં લઈ જઈ મોઢા ઉપર પ્લાસ્ટીકની પટ્ટીઓ બાંધી તેમજ  પ્રેમીલાબેનના બન્ને હાથ પટ્ટીથી બાંધી દઈ કાનમાં પહેરેલ સોનાની શેરવાળી બુંટીઓ નંગ બે વજન આશરે પંદર ગ્રામ કિ.રૂ.૪૦,૦૦૦/- ની તથા નાકમાં પહેરેલ સોનાની ચુંક આશરે બે મીલી ગ્રામ કિ.રૂ.૧૦૦૦/- ની કાઢી લઈ એક રૂમમાં પુરી દઈ બાજુના રૂમમાં તીજોરીમાં પડેલ રોકડ રૂ.૧,૫૦,૦૦૦/- કુલ મળી રૂ.૧,૯૧,૦૦૦/- ની લુંટ કરી નાસી ગયેલ જે બાબતની ફરીયાદ  

અમરતલાલ કેશવરામ ઠકકરે થરા પોલિસ સ્ટેશને નોંધાવતાં થરા પોલિસે અજાણ્યા ચાર ઇસમો વિરૂધ્ધ ગુનો નોધી પકડવાની તજવીજ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News