શું તમે પણ ઉંઘમાં અચાનક ઝબકી જાવ છો?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 16:31:58
  • Views : 588
  • Modified Date : 2020-01-02 16:31:58

શું તમે પણ ઉંઘમાં અચાનક ઝબકી જાવ છો? જાણીલો આવું થવા પાછળનું કારણ

કેટલીક વખત આપણે ગાઢ ઉંઘમાં હોઈએ અચાનક આપણને કોઈએ ઉંચાઈ પરથી પાડી દીધા હોય તેવો અનુભવ થાય છે. આ વસ્તુ નાના મોટા સૌ કોઈએ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો અનુભવી જ હશે. અચાનક કોઈ ખાઈમાં પડી ગયો હોઈએ તેવો અનુભવ થાય અને આપણી આંખ ખુલી જાય છે. શરીરને એકદમ લાગે છે ઝટકો, કેટલાંક લોકો અચાનક ઉંઘમાંજ રાડો પાડી ઉઠે છે.

આ કોઈ ગંભીર બીમારી નથી પણ આને તમે નર્વસ સીસ્ટમ ડિસ ઓર્ડર પ્રોબ્લેમ કહી શકો છો. રિસર્ચ અનુસાર સુતી વખતે અચાનક ઝાટકો લાગે તે ખુબજ સામાન્ય વાત છે. કેટલાક લોકોને આ વાત યાદ રહે છે તો કેટલાક લોકો આને ભૂલી જાય છે.આવો ઝાટકો લાગવાનું કારણસ્ટ્રસ, ચિંતા, થાક કે સરખી ઉંઘ ન લો ત્યારે આવું થાય છે. વધારે પડતો શ્રમ કરો ત્યારે આવું થાય છે. શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ કે આયરનની ઉણપથી આવુ થાય છે. સરખી રીતે સુવાની પોઝિશન ન હોય ત્યારે મગજને આ રીતે ઝાટકો લાગે છે.બચવાના ઉપાયસાતથી આઠ કલાકની ઉંઘ પુરી કરો. જો વધારે થાકનો અનુભવ થાય તો હુંફાળા પાણીથી સ્નાન કરો. સુતા પહેલા એક્સરસાઈઝ ન કરવી. સોડા, કોફી કે કેફીનવાળા પદાર્થથી દૂર જ રહેવુ. 


Download Our B K News Today App



Related News