થરા રેફરલ હોસ્પિટલમાં ડૉ.ભરતભાઇએ દુદાસણ ગામના ગર્ભવતી મહિલાની સારવાર કરી અને ડિલિવરી કરાવીને મા અને બાળકને સંપૂર્ણ સ્વસ્થ કરીને રજા આપી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-10 11:01:32
  • Views : 810
  • Modified Date : 2021-05-10 11:01:32

     રેફરલ હોસ્પિટલ થરાના સેવાભાવી અધિક્ષક ડો.ભરતભાઇ ચૌધરીની દેખરેખ અને સારવાર નીચે 100 (સો) કરતા વધુ કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી અમુક દર્દઓનો સીટી સ્કેન રિપોર્ટ માં 40ના સ્કોરમાંથી 32, 25માંથી 18, 14,13,10,08,05 જેવા સ્કોરવાળા દર્દીઓને સારવાર આપી સાજા કરી ને ઘેર જવા રજાઓ આપેલ છે

     દુદાસણ ગામના ગર્ભવતી બહેન જેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પાટણ અને અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં જેમનો કોઈ કેસ હાથમાં પકડતું ન હતું એવા ગંભીર કેશ થરા રેફરલ હોસ્પિટલમાં ડૉ.ભરતભાઇ પાસે આવતા આ બહેનની સંપૂર્ણ સારવાર કરી અને ડિલિવરી કરાવીને મા અને બાળકને સંપૂર્ણ સ્વસ્થ કરીને રજા આપવા આવી હતી..આ સમયે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબ હાજર રહી નવજાત બાળકની માતાને અભિનંદન આપ્યા હતા અને સેવાભાવિ ડો.ભરતભાઇ ચૌધરી સાહેબને ખૂબ સારી સેવા આપી રહ્યા એ બદલ બિરદાવ્યા હત...તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને હિંમત આપી હતી...રેફરલ હોસ્પિટલ થરાના સેવાભાવી અધિક્ષક ડો.ભરતભાઇ ચૌધરીની દેખરેખ અને સારવાર નીચે 100 કરતા વધુ કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી અમુક દર્દઓનો સીટી સ્કેન રિપોર્ટમાં 20 થી નીચે સ્કોરવાળા દર્દીઓને સારવાર આપી સાજા કરીને ઘેર જવા રજાઓ આપેલ છે.

 

Download Our B K News Today App



Related News