તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા પાટણ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-17 11:31:53
  • Views : 252
  • Modified Date : 2021-05-17 11:31:53

     જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, પાટણ જિલ્લામાં તૌકતે સાયક્લોનની સંભવિત અસરને ધ્યાને લઈ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા સુચના આપી દેવામાં આવી છે. કોવિડની સારવાર આપી રહેલી ખાનગી અને સરકારી હોસ્પિટલ્સને પાવર બેક-અપની વ્યવસ્થા કરવા તથા વીજ પુરવઠો ન ખોરવાય તે માટે યુ.જી.વી.સી.એલ.ને પણ સુચના આપવામાં આવી છે. વધુમાં જિલ્લા કલેક્ટરએ ઉમેર્યું કે, અગરીયાઓ સહિત સાયક્લોનની જેને સંભવિત અસર થવાની છે તેવા વિસ્તારના લોકો માટે આશ્રયસ્થાનની પણ તૈયારી કરી દેવામાં આવી છે. મંગળવાર સવારથી બુધવારની સાંજ સુધી પાટણ જિલ્લામાં તૌકતે સાયક્લોનની અસર થવાની સંભાવના છે. જેમાં ભારે પવન અને વરસાદની પણ શક્યતાને ધ્યાને લઈ જિલ્લાના રાધનપુર, સમી તથા પાટણ તાલુકાઓ ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ પણ તૈનાત રહેશે. જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર તંત્ર દ્વારા દરેક તાલુકા કક્ષાએ તંત્રના ઉચ્ચ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News