ઝેરડા PHCના શેરપુરા કોવિડ કેર ખાતે RTPCR અને રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-23 11:14:45
  • Views : 434
  • Modified Date : 2021-05-23 11:14:45

     તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જીગ્નેશ હરિયાણી અને  ઝેરડા phc મેડિકલ ઓફિસર ડોક્ટર દેવાંશ જોષીના માર્ગદર્શન હેઠળ કોરોનાની વૈશ્વિક મહામારીમાં આજરોજ શેરપુરામાં કોવિડ કેર સેન્ટર ખાતે ઝેરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આર.બી.એસ.કે. ટીમના ડૉ. ધ્રુવ જોષી અને તેમના સાથી સ્ટાફ દ્વારા આર.ટી.પી.સી.આર. તેમજ રેપીડટેસ્ટનું આયોજન કર્યું હતું. તેમાં સી.એચ.ઓ. લીલાબેન અને એમ.પી.એચ.એસ. ગણેશભાઈ દેસાઈ દ્વારા ફિલ્ડ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સાથે એમ.પી.એચ.ડબ્લ્યુ. રાહુલભાઈ નાઈ દ્વારા દવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .આથી ગામનાં વધુંમા વધુ લોકો આ સેવાકાર્યનો બહોળા પ્રમાણમાં લાભ લઇ શક્યા હતા.

Download Our B K News Today App



Related News