ઓપરેશન ‘અમાનત’ હેઠળ મુસાફરોનો ખોવાયેલો સામાન કરાયો સુપ્રત, RPF દ્વારા 5 વર્ષમાં રૂ. 14 કરોડથી વધુનો સામાન પરત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-07 10:31:45
  • Views : 100
  • Modified Date : 2023-04-07 10:31:45

RPFએ મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પાછો મેળવવાની સુવિધા આપવા માટે એક અનોખી પહેલ કરી છે. આ દિશામાં સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી પશ્ચિમ રેલવેના આઈજી-કમ-ચીફ સિક્યુરિટી કમિશનર પ્રવીણ ચંદ્ર સિંહાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.

 

રેલવેમાં મુસાફરી કરતા લોકો ક્યારેક ઉતાવળમાં તેમનો સામાન ભૂલી જતા હોય છે કે ક્યારેક તેમનો સામાન ખોવાઈ ગયો હોય છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ઓપરેશ અમાનત હેઠળ RPFના જવાનો દ્વારા આવા સામાનને સુરક્ષિત રાખવામાં અને યોગ્ય માલિકોને સામાન સુપ્રત કરવા માટે મદદ કરવામાં આવે છે.

14.52 કરોડનો સામાન  થયો રિકવર

ઓપરેશન અમાનત હેઠળ છેલ્લા 5 વર્ષમાં 2019 થી 2023 માર્ચ સુધી ઓપરેશન અમાનતહેઠળ, RPF6905 કેસોમાં લગભગ રૂ. 14.52 કરોડનો સામાન રિકવર કર્યો છે. તેમાંથી 3876 બેગ, 489 પર્સ, 61 જ્વેલરી વસ્તુઓ, 1996 મોબાઈલ ફોન અને 14.52 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 636 અન્ય વસ્તુઓ મુસાફરોને સોંપવામાં આવી હતી. ખોવાયેલો સામાન વેરિફિકેશન બાદ મુસાફરોને પરત કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવેનો સુરક્ષા વિભાગ તેના મુસાફરોની સલામતી અને સુવિધા વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. રેલ પ્રોટેક્શન ફોર્સ (RPF) તેમના માલસામાનની સલામતી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દિશામાં RPFએ મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પાછો મેળવવાની સુવિધા આપવા માટે એક અનોખી પહેલ કરી છે. આ દિશામાં સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી પશ્ચિમ રેલવેના આઈજી-કમ-ચીફ સિક્યુરિટી કમિશનર પ્રવીણ ચંદ્ર સિંહાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.

વર્ષ 2023માં માર્ચ સુધી  2.19  કરોડની કિંમતનો સામાન રિકવર,  937 મુસાફરોનો સામાન  રિકવર

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે વધુમાં માહિતી આપી હતી કે કેલેન્ડર વર્ષ 2023માં RPFએ રૂ. 2.19 કરોડની કિંમતના 937 મુસાફરોનો સામાન રિકવર કર્યો છે.

વધુમાં, પશ્ચિમ રેલ્વેના RPFઓપરેશન દૂસરાહેઠળ ગેરકાયદેસર વિક્રેતાઓ સામે કામ કરવા માટે મુખ્ય સ્ટેશનો પર વિશેષ ક્રાઈમ પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન સ્ક્વોડટીમો અને CIB ટીમોની રચના દ્વારા ગુનાને કાબુમાં રાખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સરળ ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવા માટે, મુસાફરોની સલામતી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા પશ્ચિમ રેલવેના RPF દ્વારા અનેક જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.

નાણાકીય વર્ષ 2022-23માં રેલવે એક્ટની કલમ 144(1)ની દંડનીય જોગવાઈ હેઠળ કુલ 57,517 અનધિકૃત વિક્રેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી 20,195 અનધિકૃત વિક્રેતાઓ રીઢો ગુનેગાર હતા જેમની વારંવાર ધરપકડ કરવામાં આવી હતી.

નાણાકીય વર્ષ 2022-23માં આવા વિક્રેતાઓ પાસેથી રૂ. 1.87 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. અનધિકૃત વિક્રેતાઓની ધરપકડમાં 53.32% નો વધારો થયો છે, જે ગયા વર્ષની સરખામણીમાં વસૂલવામાં આવેલ દંડમાં લગભગ 39.14% નો વધારો થયો છે. પશ્ચિમ રેલ્વેના આરપીએફ એ રેલ્વેના ચોકીદાર છે અને રેલ્વેને સલામત અને સ્વસ્થ રાખવા માટે પ્રતિબદ્ધ છે તેવું રેલવેનું માનવું છે.

Download Our B K News Today App



Related News