ગુજરાત સરકારના નિરામય નગર અભિયાન અંતર્ગત ડીસાના વોર્ડ નંબર 6માં નગરસેવકો દ્વારા સાફ-સફાઈ હાથ ધરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-17 13:44:37
  • Views : 219
  • Modified Date : 2021-12-17 13:44:37

 

 

ગુજરાત સરકાર દ્વારા નિરામય નગર અંતર્ગત સ્વચ્છ ગુજરાત બનાવાના સંકલ્પ કર્યો છે ત્યારે આજે નગરપાલિકા દ્વારા ડીસા વોડ નંબર 6ના ગુજરાત સરકારની નિરામય નગર અંતર્ગત યોજનાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાફ સફાઈ ભૂગર્ભગટર પાણી લાઈટની કામગીરી કરીને લોકોને સારી સુવિધાઓ પુરી પાડવાના હેતુથી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવેલ હતું જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર વોડ નંબર 6ના નગરસેવક પૂનમબેન ભાટી, નયનાબેન પરમાર, વાસુભાઈ મોઢ સહિત નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના તમામ નગરસેવકો ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો યુવા મોરચાના કાર્યકરો હાજર રહ્યા હતા. આજે યોજાયેલ સરકારના આ કાર્યક્રમમાં તમામ લોકોને સરકારની યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે માટે પાલિકા પ્રમુખ દ્વારા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર મહામંત્રી હકમાજી જોશી રાકેશભાઈ પટેલ અને પાણી પુરવઠાના ચેરમેન અમિતભાઈ રાજગોર તરફથી સાફ-સફાઈ જાતે કરીને સ્ટેટ લાઈટ ભૂગર્ભગટર યોજનાની કોઈપણ તકલીફ હોય તેનું નિરીક્ષણ કરી સ્થળ ઉપર જ નિરાકરણ કર્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાત સરકારની નિરામય યોજના અંતર્ગત દરેક જનતાને સ્વચ્છ શહેર સુંદર શહેરના સપનાને સાકાર કરવાના હેતુથી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેરમાં સાફસફાઈ કરતાં મોટીસંખ્યામાં કર્મચારીઓ શહેરને સ્વચ્છ બનાવા માટે આજે કામગીરી હાથ ધરવામાં આવી હતી સેનેટેશન ચેરમેન પ્રકાશભાઈ દવે સાથે સેનેટેશન કર્મચારી દેવરામભાઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે નિરામય નગર અંતર્ગત નગરપાલિકા દ્વારા વોર્ડ નં 6 માં આજે સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવતાં વોર્ડ નંબર 6ની જનતાએ પણ આ કાર્યક્રમના વખાણ કરી ચુંટાયેલા તમામ નગરસેવકોની કામગીરીને વખાણ કર્યા હતા જ્યારે નિરામય નગર અંતર્ગત દર ગુરુવારે દરેક વોર્ડમાં સાફસફાઈ લાઈટ ભુગર્ભ ગટરની કામગીરી કરવામાં આવશે અને શહેરીજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું પાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા જણાવાયું હતું.

Download Our B K News Today App



Related News