વડોદરાના બાવામાનપુરામાં નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં પતિ-પત્ની અને પિતરાઈ ભાઈ સહિત 3ના મોત, કોન્ટ્રાક્ટર ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-29 11:06:01
  • Views : 312
  • Modified Date : 2020-09-29 11:06:01

    વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 9 લોકો દબાયા હતા. ફાયરબ્રિગેડે તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 9 પૈકી 1 બાળક સહિત 3ને બહાર કાઢ્યા હતા. જોકે તે પૈકીના બે પિતરાઈ ભાઈઓ અને એકની પત્ની મળીને કુલ 3 લોકોના બિલ્ડિંગ ધરાશાયી થતા મોત થયા છે. જ્યારે બિલ્ડિંગ બનાવનાર કોન્ટ્રાક્ટર દુર્ઘટના બાદ ફરાર થઈ ગયો છે.

6 મહિનાથી બિલ્ડિંગ બની રહ્યું હતું, આખરી કામ ચાલતું હતું
પાણીગેટના બાવામાનપુરામાં 6 મહિનાથી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલતું હતું. મોહમદભાઈ નામના વ્યક્તિ નીચે દુકાનો અને ઉપર રહેણાંકનું મહાવીરભાઈ નામના કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવતા હતા. જ્યારે બિલ્ડિંગના નિર્માણ કાર્યમાં રાજસ્થાનના ગામ કુશલગઢ જિલ્લો બાંસવાડાના મજૂરો ત્યાં જ રહીને મજૂરી કામ કરતા હતા. બિલ્ડિંગનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું હતું. જ્યારે રાજસ્થાના બાંસવાડા જિલ્લાના મજૂરો નિર્માણાધીન મકાનની અંદર રહીને ત્યાં જ કામ કરતા હતા. તેથી બિલ્ડિંગ ધરાશાયી થતાં 4 લોકો દટાયા હતા. જેમાં પતિ કમલેશ, પત્ની વસાતા અને યુવકનો પિતરાઈ પ્રદીપ તેના કાટમાળમાં દટાતા મોતને ભેટ્યા હતા.

બિલ્ડિંગ નીચે દબાવાથી મોતને ભેટનાર કમનસીબ
1. કમલેશભાઈ કમસનભાઈ પટેલ, (ઉ.વ. 30) રહે- ગામ કુશલગઢ, જિલ્લો બાંસવાડા, રાજસ્થાન
2. વસાતાબેન કમલેશભાઈ પટેલ (ઉ.વ. 28) રહે- ગામ કુશલગઢ, જિલ્લો બાંસવાડા, રાજસ્થાન
3. પ્રદીપભાઈ રમેશભાઈ પટેલ (ઉ.વ. 18) રહે- ગામ કુશલગઢ, જિલ્લો બાંસવાડા, રાજસ્થાન

ફાયરબ્રિગેડે LED લાઇટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કર્યુ
પાણીગેટના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 માળની ઇમારત ઓચિંતી ધરાશાયી થઈ ગઈ હતી, જેને પગલે 9 વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ધડાકાભેર ઇમારત તૂટી પડતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. આ અંગે જાણ કરાતાં ફાયરબ્રિગેડે પળભરનો પણ વિલંબ કર્યા વિના LED લાઇટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મોડી રાત સુધી રેસ્ક્યુ કરીને તમામને બહાર કાઢ્યા હતા. રીતુ માનસિંગ પટેલ (ઉ.વ. 19) માથા અને બંને પગે ફ્રેક્ચર થયા છે અને તેની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

2 વાહનો પણ કાટમાળ નીચે દબાતા ખુરદો
આ ઇમારતનું હાલમાં કામ ચાલી રહ્યું હતું. મધરાતે બાવામાનપુરા વિસ્તાર એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓના સાઇરનથી ગુંજી ઊઠ્યો હતો. ઇમારતના ભોંયતળિયે આવેલા સર્વિસ સ્ટેશનમાં પડેલી 2 કાર સહિતનાં વાહનોનો પણ ખુરદો બોલી ગયો હતો.

Download Our B K News Today App



Related News