બેકાબૂ સ્કૉર્પિયોએ કારને ટક્કર મારી બે યુવકને ઉલાળ્યા, શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 13:37:12
  • Views : 301
  • Modified Date : 2021-01-29 13:37:12

રાજસ્થાનના બાડમેરમાં એક બેકાબૂ સ્કૉર્પિયો કારે રોડના કિનારે ઊભેલી બે કારને જોરદાર ટક્કર મારી હતી. સદભાવના હૉસ્પિટલ પાસે ઊભેલી બે કારને ટક્કર મારતાં તેની આગળ ઊભેલા બે યુવક અડફેટે આવ્યાં હતાં અને 20-25 ફૂટ સુધી ઊછળીને નીચે પટકાયા હતા. આ બંને યુવક અકસ્માતમાં ઘાયલ થતાં હૉસ્પિટલ દાખલ કરાયા છે. આ અકસ્માત સર્જી સ્કૉર્પિયોચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. મહત્ત્વનું છે કે, પોલીસે આ બાબતે CCTV ફૂટેજને આધારે ફરિયાદ નોંધી નંબર વગરની સ્કૉર્પિયોચાલકને શોધી રહી છે.

Download Our B K News Today App



Related News