ઘોડા છૂટી ગયા ત્યારે તબેલાને તાળાં : પાંગળી પ્રસિદ્ધિ મેળવવા નગરપાલિકા દ્વારા મોડે મોડે કોરોના કોવિડ કેર સેન્ટર ખોલાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-22 11:24:01
  • Views : 460
  • Modified Date : 2021-05-22 11:24:01

     સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં કોરોનાવાયરસની પરિસ્થિતિ બેકાબૂ બની હતી સતત ત્રણ મહિના સુધી બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થતા ડીસા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી હતી કોરોનાવાયરસની મહામારીમાં જ્યાં પણ ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરવામાં આવતી હતી ત્યાં એક જ દિવસમાં કોરોના હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ જતી હતી ડીસા શહેરમાં પણ સતત વધતા જતા કોરોનાવાયરસના કેસ ના કારણે શહેરની મોટાભાગની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ ગઇ હતી સતત વધતા જતા કોરોનાવાયરસના કેસના કારણે ડીસા શહેરમાં ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત સર્જાઇ હતી. ચાલુ વર્ષે ડીસા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણી દરમિયાન કોર્પોરેટરો દ્વારા પોતાના મતવિસ્તારમાં કોઈ પણ પરિસ્થિતિમાં લોકોની સેવા કરવાની બાંહેધરી આપી હતી પરંતુ કોરોના કાળમાં મોટાભાગના નગરપાલિકાના કોર્પોરેટરો ગાયબ થઇ ગયા હતા ખાસ કરીને જે લોકોને સૌથી વધુ કોરોના મહામારીમાં સારવારની જરૂરિયાત હતી તે સમયે જ ડીસા નગરપાલિકાના કોર્પોરેટરો પોતાના ઘરમાં બંધ થઈ ગયા હતા. જેથી ડીસા શહેરના મોટાભાગના વિસ્તારોમાં કોરોનાની પરિસ્થિતિ સમયે કોરોનાની સારવાર મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી...કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં જ્યારે રોજેરોજ સારવાર માટે કોરોના દર્દીઓ વલખા મારી રહ્યા હતા ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ અને જિલ્લા કલેકટર દ્વારા ડીસા ખાતે આવેલ સેન્ટર હોમમાં બે મિટિંગ કરી કોવિડ સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જાણે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરને આ પરિસ્થિતિથી કોઈ લેવાદેવા જ ન હોય તેમ કોવિડ સેન્ટર ખોલવામાં આવ્યું ન હતું..જે બાદ હવે ધીમે ધીમે જ્યારે કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર પોતાની નામના મેળવવા માટે મોડે-મોડે કોવિડ સેન્ટર શરૂ કરી રહ્યા છે..હાલ કોરોનાવાયરસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને હોસ્પિટલો પણ હવે ધીમે ધીમે ખાલી થવા જઈ રહ્યાં છે ત્યારે લોકોની નજરમાં નગરપાલિકા પ્રમુખ પોતાની વાહવાહ મેળવવા માટે નગરપાલિકા દ્વારા મોડે મોડે કોરોના કોવિડ કેર સેન્ટર ખોલાયું હતું જે પ્રસંગે નગરપાલિકાના પૂરતા કોર્પોરેટરો પણ હજાર જોવા મળ્યા ન હતા તેની પાછળ લોક ચર્ચા એવી છે કે હજુ સુધી સમિતિઓની વહેંચણી થઈ નથી જેના  કારણે ક્યાંક ને ક્યાંક કોર્પોરેટરોમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે.

 

     ડીસા શહેરની જનતાને કોરોનાવાયરસની મહામારીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેનું કારણ હતું સતત વધતા જતા કોરોનાવાયરસના કેસ વચ્ચે લોકોને સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજન અને ઇન્જેક્શનની હતી તેવા સમયે ડીસા નગરપાલિકા દ્વારા કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી ત્યારે હવે ડીસા નગરપાલિકાના પ્રમુખ સહિત કોર્પોરેટરો ડીસાની જનતા સામે સારા બનવા માટે આજે કોવિડ સેન્ટર હોસ્પિટલ શરુ કરવામાં આવી છે.ત્યારે ઘોડા છૂટી ગયા ત્યારે તબેલાને તાળાં મારવા નીકળ્યા હોય તેવો તાગ સર્જાયો છે.

Download Our B K News Today App



Related News