ગણે ગણાય નહીં, વિણે વિણાય નહીં તેટલા ભ્રષ્ટાચાર ઃ કોંગ્રેસ : પૂર્વ મેયર રીટા કેતન પટેલના ભ્રષ્ટાચારને છુપાવતું તંત્ર ઃ પિંકી પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-20 11:59:49
  • Views : 305
  • Modified Date : 2021-08-20 11:59:49

     ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરને ફાળવેલ પ્રજાના ટેક્સના નાણામાંથી પ્રજાલક્ષી કામો કરવા માટે વર્ષ ૨૦૧૮-૧૯, ૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના વર્ષમાં ફાળવવામાં આવેલ ગ્રાન્ટ ક્યાં ક્યાં વાપરવામાં આવી છે.  તેનો હિસાબ પૂર્વ કાઉન્સિલર પિંકી પટેલે ત્રણ વાર પત્રથી માંગેલ હોવા છતાં પણ આપવામાં આવ્યો નથી. જે બાદ પૂર્વ કાઉન્સિલ વિઝિલન્સ કમિશનરને ફરિયાદ કરતાં તેઓની સૂચનાથી જે તંત્રે જે હિસાબ આપ્યો  છે. તેમાં પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યાં છે. જેમાં જે માહિતી આપેલ છે તેમાં હમણાં તાજેતરમાં જ ન્યૂઝ પેપરમાં આવેલ ખુરશીઓ પૂર્વ મેયરની પોતાની ગેરકાયદેસર બિલ્ડીંગના બેઝમેન્ટના ફોટાની વિગતો સામે આવી હતી તો તે શું આપને જાણમાં નથી ? તો શું તે તેમના અંગત ખર્ચે લીધેલ છે ?  કે પછી કોર્પોરેશન દ્વારા મેયરની મુદત પૂર્ણ થતા ભેટ આપેલ છે જેવા ધારદાર સવાલો ઊઠાયા હતા.આ ઉપરાંત ગેરકાયદેસર રીતે મંજુર કરેલ પીક-અપ બસ સ્ટેન્ડની મંજૂરી તેના આપેલ વર્ક ઓર્ડર મુજબ તેનો ખર્ચ ગાંધીનગર મહાનગરપાલિકાના ૨૦૨૦-૨૧ના બજેટના કોડ-૧૧૨, એકાઉન્ટ કોડ-૪૦૧૫૩ સામે કરવાનો હતો. જેની જગ્યાએ પાલિકા જે જવાબ આપ્યો તેમાં ૨૦૧૮-૧૯માં રૂ.૯૪૭૯૮૮૩.૦૦ અને  ૨૦૧૯-૨૦માં રૂ.૧૩૯.૩૯૫૪૭.૦૦ બતાવેલ છે. તો આ બધું જે ધુપ્પલ ચાલી રહ્યું છે તે બતાવે છે. કે પછી આમાં કોઈ મોટો ભ્રષ્ટાચારની બદબૂ આવી રહી છે. આ બાબતમાં જાે આનો ખર્ચ વર્ષ ૨૦૧૮-૧૯ અને વર્ષ ૨૦૧૯-૨૦ માં કર્યો હોય તો તે સમય જે મેયરની ગ્રાન્ટમાંથી બન્યા હોય તેનું નામ લખવાનું હોય તે સમયે તો કોણ મેયર પદે બિરાજમાન હતું તે આ અધિકારીઓના ભાનમાં ન હોય તે રીતે જ બધા ર્નિણય લઈ રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ભ્રષ્ટાચારની વણજાર આ અગાઉ મેયરની ગ્રાન્ટમાંથી પતંગ કે જેમાં ત્રણ ખોટા એડ્રેસ વાળા કોટેશન અને ખોટા જીએસટી વાળા બિલોથી ખરીદવામાં આવ્યા હતા. તેનો પણ જવાબમાં ઉલ્લેખ નથી. ત્યારબાદ હમણાં જ કોવિડ-૧૯ના નામે એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર મશીન ખરીદવામાં આવ્યા એ પણ આમાં દર્શાવેલ નથી. તો તે હિસાબ કોની પાસે લેવાનો છે ? અનાજ વિતરણ કીટ આપી દે ત્યાંથી ખરીદી અને ક્યાં કોને આપવામાં આવી તેની વિગત માંગી છે.

પૂર્વ મેયરે આફતને ખિસ્સા ભરવાનો અવસરમાં પરિવર્તન કરી દીધું ઃ પૂર્વ કાઉન્સિલર અમારે સરકારના જીઆર નથી વાંચવા અમે ૧૦ વર્ષથી ચૂંટાયેલ પ્રતિનિધિ હતા. અમને બધી માહિતી છે તમે જે રીતે આફતને ખિસ્સા ભરવાનો અવસર ઉજવ્યો તેની વિગત જાેઈએ છીએ.

ન્યાય મળે તેવી નવા કમિશનર પાસેથી આશા આ તમામ બાબતોમાં ગાંધીનગરની પ્રજાને ન્યાય અપાવો તેવી અપીલ કરવામાં આવી છે. જાે આપ ન્યાય નહીં અપાવો તો પ્રજા આવા ભ્રષ્ટાચારીઓને તેની સૌથી મોટી તાકાત મતથી લેશે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. તેમજ દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ન્યાય માટે વલખા મારવા તે યોગ્ય નથી તેવો કટાક્ષ પૂર્વ કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News