અમદાવાદમાં ડેરી અને હોટલ ઉદ્યોગ ગ્રૂપના 20 સ્થાનો પર આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડામાં બિન હિસાબી વ્યવહારો મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-28 12:25:59
  • Views : 216
  • Modified Date : 2024-03-28 12:25:59

અમદાવાદમાં ડેરી અને હોટલ ઉદ્યોગ ગ્રૂપના 20 સ્થાનો પર આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડામાં બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે. અમદાવાદની જાણીતી ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર IT વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતુ. જેમાં નિષ્ણાંતોની મદદ પણ લેવામાં આવી હતી.અમદાવાદમાં 27 માર્ચે ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર આવક વેરા વિભાગે તપાસ હાથ ધરી હતી. 75થી વધુ અધિકારીઓ આ કામ માટે તપાસમાં જોડાયા હતા. જેમાં તપાસ દરમિયાન કરોડો રૂપિયાના બિન-હિસાબી વ્યવહાર સામે આવ્યા છે. સંચાલક નીશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.જમીનને લગતા દસ્તાવેજ, કાચી ચિઠ્ઠીઓ, ડાયરી સહિતની વિગતો IT વિભાગને હાથ લાગી છે. ગોપાલ ડેરીના બિનહિસાબી વ્યવહારો તપાસવા ટેકનીશીયન અને નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગે 20 થી વધુ બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા છે.

Download Our B K News Today App



Related News