ઉના અને દીવના વાતાવરણમાં પલ્ટો આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-28 13:22:11
  • Views : 383
  • Modified Date : 2020-01-28 13:22:11

સૌરાષ્ટ્રમાં બે દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. જેમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનું આવરણ છવાયું હતું.બીજીતરફ ગીર સોમનાથ જિલ્લામાં અને દીવમાં વહેલી સવારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું.ઉના અને દીવ પંથકમાં કમોસમી વરસાદના છાંટા વરસતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.આમ જીરૂ, ઘઉં, ચણાના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.આમ સૌરાષ્ટ્રભરમાં જીરાનું વાવેતર વધારે પ્રમાણમાં થયું છે.જીરાનું પાક સારો હોય વરસાદ પડે તો નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.સાથોસાથ ઘઉં અને ચણાના પાકને પણ નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોના મોઢા આવેલો કોળિયો છિનવાઇ રહ્યો હોય તેમ ચિંતિત બન્યા છે. આ ઉપરાંત ગીર પંથકમાં આંબામાં મોર આવ્યો છે તેને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે.

Download Our B K News Today App



Related News