ઉમિયા મંદિરે નવરાત્રીની આરતી માટે રૂ.10.73 લાખની ઉછામણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 15:09:19
  • Views : 460
  • Modified Date : 2019-09-16 15:09:19

ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે આસો નવરાત્રીમાં નવ દિવસ આરતી માટે ઉછામણી રવિવારે રાત્રે યોજાઇ હતી. જેમાં રૂ.10,73,999ની ઉછામણી બોલી ભક્તોએ લ્હાવો લીધો હતો.જેમાં પ્રથમ નોરતાની આરતી રૂ.1,01,000 જસુમતીબેન એ. પટેલ, બીજા નોરતાની આરતી રૂ.1,05,000 સન કર્ટસન, ત્રીજા નોરતાની આરતી રૂ.90,000 કાનજીભાઈ એ.પટેલ, ચોથા નોરતાની આરતી રૂ.90,000 ટ્રાય ઈન્ફ્રા., પાંચમા નોરતાની આરતી રૂ.81,000 પટેલ કાશીબેન નારાયણ દાસ (વસંત ચોકસી), છઠા નોરતાની આરતી રૂ.75,000 પટેલ શારદાબેન વસંતભાઈ (કેપ્ટન), સાતમા નોરતાની આરતી રૂ.81,000 પટેલ ગણેશભાઈ માધવલાલ, આઠમા નોરતાની આરતી રૂ.2,99,999 પટેલ નટવરલાલ મોહનલાલ અને નવમા નોરતાની આરતીનો લાભ રૂ.1,51,000માં પટેલ જગદીશભાઈ અંબાલાલે લીધો હતો.

Download Our B K News Today App



Related News