દાહોદના લીમખેડાનો ઉમરીયા ડેમ ઓવરફ્લો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-13 15:14:29
  • Views : 106
  • Modified Date : 2023-07-13 15:14:29

ગુજરાતમાં ચોમાસુ બરોબર જામ્યુ છે. મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે સારા વરસાદના પગલે મધ્ય ગુજરાતના નદી-નાળા છલકાયા છે. સાથે જ ડેમોમાં પણ પાણીની સારી એવી આવક થઇ રહી છે. દાહોદ જિલ્લાના લીમખેડાનો ઉમરીયા ડેમ ઓવરફ્લો થયો છે. લીમખેડા અને ઉપરવાસમાં વરસાદથી ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે. ડેમ 280 મીટરની જળસપાટી કરતાં એક મીટર ઉંચાઇથી ઓવરફ્લો થઇ રહ્યો છે. ડેમ ઓવરફ્લો થતા કાંઠા વિસ્તારનાં નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે. નદી કાંઠે લોકોને ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News