યુક્રેને ઇઝરાઇલના પ્રસ્તાવને નકારી કાઢ્યો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2023-01-03 12:20:01
  • Views : 444
  • Modified Date : 2023-01-03 12:20:01

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડોમાયર ઝેલેન્સ્કીએ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પેલેસ્ટાઇનના પ્રદેશો પર કબજા અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવની વિરૂદ્ધમાં મત આપવાની વિનંતીને નકારી કાઢી છે. યુક્રેનને શસ્ત્રોની આપૂર્તિ માટે ઇઝરાયેલ તરફથી કોઈ સંમતિ આપવામાં આવી ન હતી.
આ રિપોર્ટ અનુસાર નેતન્યાહુ અને ઝેલેન્સ્કી વચ્ચે શુક્રવારે સાંજે ટેલિફોન પર વાતચીત થઇ હતી. ઇઝરાયેલે યુક્રેનને પેલેસ્ટાઇનના પ્રદેશોના કબજા અંગે કાનૂની અભિપ્રાય જારી કરવાના આંતરરાષ્ટ્રીય અદાલતના પ્રસ્તાવનો વિરોધ કરવા જણાવ્યું હતું.
રિપોર્ટમાં યુક્રેનના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઝેલેન્સ્કીએ નેતન્યાહૂ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઠરાવ વિરુદ્ધ મતના બદલામાં તેઓ ઇચ્છે છે કે નવી ઇઝરાયલી સરકાર તેની નીતિમાં ફેરફાર કરે અને યુક્રેનને રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલા સામે સંરક્ષણ પ્રણાલી પૂરી પાડે.
રિપોર્ટ અનુસાર, મિસ્ટર નેતન્યાહૂએ આ અંગે કોઇ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ન હતી, પરંતુ કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં ઝેલેન્સ્કીની વિનંતીઓ પર ચર્ચા કરવા તૈયાર છે. ઝેલેન્સ્કીને આ જવાબ ગમ્યો નહીં અને તેઓ આ ઠરાવની વિરૂદ્ધમાં મત આપવા સંમત થયા ન હતા. તેમણે યુએનમાં યુક્રેનના રાજદૂતને મતમાં ભાગ ન લેવા નિર્દેશ પણ આપ્યો હતો.
ઇઝરાઇલના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે, યુક્રેને મતમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હોવાથી ઇઝરાઇલ નિરાશ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 87 દેશોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. 24 દેશોએ વિરોધ કર્યો હતો અને 53 દેશોએ તેનાથી દૂર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News