ઉકાઇ જળાશયમાં હોડી પલટતા બાળકી સહિત પાંચના મોત, 4ની શોધખોળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 12:06:05
  • Views : 341
  • Modified Date : 2020-03-11 12:06:05

તાપી જિલ્લાના ઉચ્છલમાં ઉકાઇ જળાશયના ફુગારામાં હોડી પલટી મારી ગઈ હતી. જે હોડીમાં 15 જેટલા લોકો સવાર હતા. જેમાં ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓની મદદથી 6 જેટલા લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો.જ્યારે એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.ત્યારબાદ અન્ય સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ ચાલી રહી છે.જેમાં વધુ ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જે અકસ્માતમાં મૃતક બાળકીની ઓળખ એંજલબેન ડેવિડભાઇ કોંકણી તરીકે થઇ છે.જે બાળકી ઉચ્છલના સુંદરપુર ગામની રહેવાસી છે.આમ હોળીની રજાઓને લઈને લોકો ફરવાના સ્થળે જઈ રહ્યા છે.તે દરમિયાન તાપી નદીની આસપાસ આવેલા સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના રહેવાસીઓ ફરવા માટે ગયા હતા. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભીસકુદ ગામ ખાતે આવેલ ઉકાઇ જળાશયના ફુગારામાં હોડીમાં સવાર થઈને 15 જેટલા લોકો જઈ રહ્યા હતા.તે દરમિયાન ભારે પવનના કારણે હોડી પલટી મારી ગઈ હતી.જેથી બૂમાબૂમ થઈ ગઈ હતી.જેમાં કિનારે હાજર લોકો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા મદદે પહોંચ્યા હતા. 6 જેટલાનો બચાવ કરી કિનારે લાવ્યા હતા. જ્યારે એક બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી અન્યો 8ની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન વધુ ચારના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 4ની શોધખોળ ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News