ઉકાઈની સપાટી ભયજનક લેવલ નજીક , પોણા બે લાખ ક્યૂસેક પાણી છોડાતા તાપી બે કાંઠે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 16:41:32
  • Views : 349
  • Modified Date : 2019-09-28 16:41:32

ઉપરવાસના મહારાષ્ટ્ર અને ઉકાઈના બ્લાઈન્ડ કેચમેન્ટમાં વરસેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત વધુ આવી રહી છે. પાણીની આવક વધારે હોવાના કારણે ડેમમાંથી પોણા બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. કોઝવેની ભયજનક સપાટીથી તાપી નદીમાં 2.43 મીટર વધુ પાણી વહી રહ્યું છે.ઉકાઈના 16 દરવાજા ખોલાયા ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમ હાલ 99 ટકાથી વધુ એટલે કે 344.23 ફૂટ ભરાઈ ગયો છે. આ સિવાય ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક 1લાખ 19 હજાર 244 ક્યુસેક છે જેથી ડેમ તંત્ર દ્વારા પાણીની જાવક વધારી દેવામાં આવી છે.ઉકાઈ ડેમના 16 દરવાજા ખોલીને 1 લાખ 71 હજાર 628 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમ માત્ર ભયજનક સપાટીથી 0.77 ફૂટ જ બાકી રહ્યો છે.તાપી બે કાંઠે તાપી નદીમાં ઉકાઈમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી સુરતમાં નદી બે કાંઠે વહી રહી છે. કોઝવેની છ મીટરની સપાટીની ઉપર 2.43 મીટર પાણી વહી રહ્યું છે. તાપી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. કોઝવેનું લેવલ હાલ 8.43 મીટર છે. જેથી સુરતીઓની ચિંતા વધે તેમ છે. જો કે, ઉકાઈની સપાટી મેઈન્ટેન કરવા માટે આવકની સામે જાવક વધારી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Download Our B K News Today App



Related News