ઉજજૈનમાં રસીકરણ બાદ 1 બાળકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-02 12:23:57
  • Views : 360
  • Modified Date : 2019-09-02 12:23:57

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આવેલા લિબોદા ગામમાં બાળકોને રસી આપવા માટે યોજાયેલા શિબિરમાં રસી આપ્યા બાદ એક બાળકનું મોત નીપજ્યું હતું અને બીજા ઘણાં બાળકો બીમર પડી જતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ ઘટનાથી જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા હતા. જિલ્લાના વેક્સિનેશન ઑફિસર કે સી વર્માએ તરત તપાસનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે. બાળકોને શેની રસી આપવામાં આવી હતી એ હજુ જાહેર થયું નથી. એક પ્રવક્તાએ કહ્યું હતું કે બધાં બાળકોને એક જ રસી આપવામાં આવી હતી. મરનાર બાળકને પણ એજ રસી આપી હતી. એનું મરણ કેમ થયું એની તપાસ પણ થઇ રહી હતી. ગામમાં આ ઘટનાથી લોકો ટેન્શનમાં આવી ગયા હતા. જો કે વાતાવરણ શાત હતું.

Download Our B K News Today App



Related News