કાંકરેજ તાલુકામાં આવેલ ઉણ ગામમાં યુજીવીસીએલની ગંભીર બેદરકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:50:21
  • Views : 294
  • Modified Date : 2020-12-30 11:50:21

થરા વિધુતબોર્ડની ઘોર  બેદરકારીની હોવાથી ઉણ ગામમાં  દસ પંદર દિવસે મેઈન લાઈનના ઇલેક્ટ્રિક વાયર તૂટવાનો સિલાસીલો યથાવત રહે છે. થરા વિધુતબોર્ડમાં આ લાઈનના વાયરો વારંવાર  તૂટવાથી નવા કેબલ  નાંખવા માટે ઉણ ગામના જાગૃત નાગરિક દ્વારા લેખિત અરજીઓ આપવામાં આવેલ  છતાં યુજીવીસીએલ થરા ઓફિસ  દ્વારા આજ દિવસ સુધી કોઈ
પગલાં નથી લીધેલ.  બોર્ડના અધિકારીઓ  ઘોર નિદ્રામાંા હોય તેમ લાગે છે.
ઉત્તર ગુજરાત વીજ કંપનીને નમ્ર અપીલ કે તાત્કાલિ ધોરણે  વીજ વાયરોનો નિકાલ કરીને નવા વાયરો નાંખે, અવારનવર ચાલુ વીજ લાઈનો તૂટવાથી કોઈ મોટી જાનહાની થાય તેની યુજીવીસીએલ કંપની રાહ જાેઈ રહી છે કે શું. ચાલુ વાયરો તૂટતા કોઈ જાનહાની થવાનો ભય રહેલો છે. પ્લોટ વિસ્તાર, પ્રાથમિક શાળા, મેઈનબજાર, રબારી વાસ જેવા અનેક જગ્યાએ વારંવાર વીજ વાયરો તૂટે છે. ઉણ વિલેજ ખાતે આજ દિવસ સુધી કોઈ વાયર મેન પણ નથી. જાે કોઈ દિવસ  રાત્રે કોઈ વીજ ફોલ્ટ થાય તો આખી રાત લાઈટ વગર રહેવું પડે છે. ચોમાસામાં અનેક જગ્યાએ વીજ ફોલ્ટથી રાત્રે અંધારામાં રાત વિતાવી પડે છે. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ બહુ તકલીફનો સામનો કરવો પડે છે. જાે તાત્કાલિ ધોરણે આ વીજવાયરોનો નિકાલ કરો અને નવા વીજવાયરો ગામમાં નાંખો. તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News