UGVCL દ્વારા 3 દિવસમાં વીજચોરી કરતાં 315 લોકોને રૂ. 60.62 લાખ દંડ ફટકાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-03 14:55:02
  • Views : 958
  • Modified Date : 2020-01-03 14:55:02

ઉત્તર ગુજરાત વિજકંપનીની જુદીજુદી 65 ટીમોએ ચાર દિવસીય આકસ્મિક વિજચેકીંગ ઝૂંબેશ હાથ ધરી છે.જેમાં પ્રથમ ત્રણ દિવસ દરમિયાન પાટણ-બનાસકાંઠા સહિતના જિલ્લાના 8 તાલુકામાં 5269 વિજકનેકશનોની આકસ્મિક તપાસ કરી હતી. જેમાં 315 સ્થળોએ વિજચોરી તેમજ રહેણાંકમાંથી કોમર્શિયલ વિજવપરાશ સહિતની જુદીજુદી ક્ષતિઓ સામે આવી હતી.જેના પગલે તેમને 60.62 લાખની વિજચોરી ઝડપી પાડવામાં આવી હતી.આમ વિજચોરીને ડામવા માટે ઉત્તર ગુજરાત વિજકંપની દ્વારા અવાર-નવાર વિજચોરો સામે આક્રમક વિજચેકીંગ ઝૂંબેશ હાથ ધરાઇ છે. જેમાં 31 ડિસેમ્બરના પ્રથમ દિવસે વારાહી-રાધનપુર-સાંતલપુરમાં 1372 વિજકનેકશનોની તપાસ હાથ ધરાઇ હતી. જેમાં 71 એકમોમાં વિજચોરી સહિતની ક્ષતિઓ સામે આવતાં રૂ.12.75 લાખનો દંડ ફટકારાયો હતો. જેમાં બીજા દિવસે ભાભર-દિયોદર-કાંકરેજમાં 1906 વિજકનેકશનોની તપાસમાં 108 એકમોમાં વિજચોરી જણાતાં રૂ.15.04 લાખનો દંડ ફટકારાયો હતો. જ્યારે ત્રીજા દિવસે ગુરુવારે ભીલડી-શિહોરીમાં 1991 વિજકનેકશનોની તપાસ કરાતાં 136 વિજકનેકશનોમાં વિજચોરી અને જુદીજુદી ક્ષતિઓ જણાતાં રૂ. 32.83 લાખ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો આપતાં ઉત્તર ગુજરાત વિજકચેરીના અધિક્ષક ઇજનેર એલ.એ. ગઢવીએ જણાવ્યું હતું કે ‘વિજકંપની દ્વારા અવાર-નવાર વિજચોરીને ખુલ્લી પાડવા સ્થાનિક ટીમો અને ગુજરાત લેવલની ટીમો દ્વારા જોઇન્ટ ઓપરેશન હાથ ધરી વિજચોરી કરતાં લોકોને શોધી તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને બીજીવાર વિજચોરી ન કરે તે માટે સમજાવવામાં આવે છે.’આમ આડેધડ દંડ ફટકારાતાં ભીલડીના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમ વિજકંપનીની 30 ટીમ દ્વારા ગુરુવારે ભીલડી પંથકમાં 400 ઘરોની આંકડી તેમજ 70 ખેડુતોના બોરનું ચેકીંગ કરાયું હતું. વારંવાર વીજકંપની દ્વારા ખેડુતોના બોર ચેંકિગ કરીને આડેધડ દંડ ફટકારતા ખેડુતોમાં રોષ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News