સામના દ્વારા શિવસેનાનો ભાજપ પર આરોપ, કહ્યું- કેન્દ્ર સરકાર મીઠા લીમડાની જેમ રાજ્યપાલનો ઉપયોગ કરે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-24 13:18:55
  • Views : 227
  • Modified Date : 2021-02-24 13:18:55

    પોંડિચેરીમાં સરકાર પાડવાનો આરોપ લગાવીને શિવસેનાએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં શિવસેનાએ લખ્યું છે કે, પોંડિચેરીમાં ઉપરાજ્યપાલ રહેલા કિરણ બેદીએ નારાયણસામી સરકારને યોગ્ય રીતે કામ ન કરવા દીધું. ભાજપે એક નાનકડું રાજ્ય પણ કોંગ્રેસના હાથમાં ખેંચી લીધું છે. શિવસેવાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, ભાજપ હવે માર્ચ-એપ્રિલમાં મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસની શરૂઆત કરશે.

    સામનાએ શિવસેનામાં લખ્યું છે કે, મધ્યપ્રદેશની સરકાર પાડી ત્યારે પણ 'આગલો હુમલો મહારાષ્ટ્ર પર'ની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારપછી 'બિહારમાં પરિણામ આવવા દો, પછી જુઓ મહારાષ્ટ્રમાં કેવી રીતે પરિવર્તન લાવીએ છીએ' જેવી વાતો કરવામાં આવી હતી. હવે પોંડિચેરીની વાત કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે દિલ્હી બહુપ દૂર છે, તેવી જ રીતે મહારાષ્ટ્ર ખૂબ દૂર છે.

    શિવસેનાએ આગળ કહ્યું છે કે, સરકારને સમર્થન આપતા ધારાસભ્યોને તોડવા માટે ED, CBI અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવો આરોપ કોંગ્રેસના પ્રમુખ નેતાઓએ લગાવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ આ શરુ થવાની પાછળ પોંડિચેરીમાં જે કઈ થયું તેના પર વિશ્વાસ રાખવો જ પડશે. મહારાષ્ટ્રમાં શિવસેના છે તેથી કોઈ બિનજરૂરી ખેંચતાણમાં ના પડવું. પોંડિચેરીમાં સરકાર પાડવા માટે જે દોડાદોડી કરવામાં આવી છે તે આખો પ્રયોગ મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યો છે.શિવસેનાએ લખ્યું છે કે, રાજ્યપાલ મહારાષ્ટ્રના હોય કે પોંડિચેરીના, તેમને દિલ્હીનો આદેશ માનીને ખેંચતાણ કરવી જ પડે છે. રાજ્યપાલનો ઉપયોગ મીઠા લીમડાની જેમ (કામ પત્યા પછી બહાર કાઢી દેવામાં) કરવામાં આવે છે. કિરણ બેદીનો પણ ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવ્યા. મહારાષ્ટ્રમાં ચેડા કરનાર ભાજીપાલા લોકોએ આ વાત સમજવી જોઈએ.

    ગંદા શબ્દોનો ઉપયોગ કરીને શિવસેનાએ લખ્યું કે, પોંડિચેરીમાં પણ અલગ શું થયું? અત્યારે હાલ ત્યાં જે થઈ રહ્યું છે તે રાજકીય વેશ્યાવૃત્તિ જ છે. પૂર્વ મુખ્યમંત્રી નારાયણસામીએ આવું જ દુખ વ્યક્ત કર્યું છે. પરંતુ આ 70 વર્ષોમાં આ કામથી કોઈ અલિપ્ત રહ્યું છે શું?

    સામનામાં કહેવામાં આવ્યું છે કે, એક સમયે દક્ષિણમાં કોંગ્રેસની બોલબાલા હતી. આજે પોડિંચેરી જેવું નાનું રાજ્ય પણ તેમના હાથમાં નથી રહ્યું. દેશમાં પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર રહી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં અધાડી સરકારમાં કોંગ્રેસ સામેલ છે.
ઝારખંડને પણ અસ્થિર કરવામાં આવી રહ્યું છે. તે માટે મુખ્યમંત્રી હેમંત સોરેન પાછળ કેન્દ્રીય તપાસ લગાવી દેવામાં આવી છે. આ માહોલ લોકતંત્ર માટે ઘાતક છે. નીતિ અને વિચારધારાને એક તરફ કરીને સત્તા મેળવવા માટે જે રાજનીતિ કરવામાં આવી રહી છે તે ચિંતા જનક છે. પશ્ચિમ બંગાળથી પોંડિચેરી સુધી અને મહારાષ્ટ્રથી જમ્મુ-કાશ્મીર સુધી પક્ષ પલટુઓ માટે લાલ જાજમ પાછરવામાં આવી છે અને રાજકીય મોહરાની રમત કોઈને શોભતી નથી.

Download Our B K News Today App



Related News