ભાજપના કર્મઠ કાર્યકરોને સ્થાન મળશે કે પછી ઉપરથી ઉતરી આવેલા ઉમેેદવારોને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 11:29:58
  • Views : 259
  • Modified Date : 2021-03-28 11:29:58

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યાં શહેર સંગઠન અને મોવડી મંડળ વચ્ચે હજુ કદમથી કદમ મિલાવી ચાલતા હોય તેવું લાગી રહ્યું નથી. ગાંધીનગરના ભૈરવનાથ પાર્ટી પ્લોટ રાયસણ ઉપર પસંદગીની પ્રક્રિયા જે હાથ ધરાઈ છે તેમાં પહેલા મોવડી મંડળ દ્વારા શહેરના તમામ વોર્ડ પ્રમુખો અને મહામંત્રીઓ પાસે તેમના વોર્ડમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક અને સેન્શ પ્રક્રિયામાં ભાગ લીધેલ ઉમેદવારો પૈકી અથવા ભાજપના કર્મઠ કાર્યકરો પૈકી નામોની યાદી
બનાવવાની સુચના આપેલ. પરંતુ સાંજે ૫-૩૦ વાગ્યાથી લઈ રાત્રે ૧૧ વાગ્યા સુધી વોર્ડ પ્રમુખો અને મહામંત્રી મોવડી મંડળના આદેશની રાહ જાેતા બેસી રહ્યા. અને ૧૧-૩૦ વાગ્યે મહામંત્રીએે આવીને જાહેરાત કરી કે હવે તમારા નામોની જરૂર નથી. આ મહામંત્રી જેતે સમયે પાટીદાર આંદોલન સાથે જાેડાયેલા હતા અને સીધા જ પાર્ટીમાં હોદ્દા પામેલ છે. તેઓ સાથે સાથે એવો પણ આગ્રહ રાખે છે કે એમના વોર્ડમાં એમના જ ગામનો ઉમેદવારની ભલામણ કરે છે. જે કદાચ કાર્યકરોના મગજમાં ના પણ બેસે. આ મહામંત્રી જેઓ પોતાના ફેસબુકના સ્ટેટસમાં ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે એસપીજીનો જ ઉલ્લેખ કરે છે. જેઓને આ પદ એસપીજીની મહેરબાનીથી જ મળેલું છે તેવા મહામંત્રીએ  સુચના આપતી વખતે પાર્ટી પ્લોટમાં પાર્ટીના તમામ આગેવાનો હાજર હતા. ગુજરાતની અંદર ચારેબાજુ ભાજપનું શાસન છે ત્યાં ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરોને ન્યાય મળે તેવું લાગતું નથી. ભૈરવનાથ પાર્ટી પ્લોટ રાયસણમાં પાર્ટીના સેન્સમાં કરોડપતિઓની મોટી મોટી લાંબી ગાડીઓ જાેવા મળે છે. અને કાર્યકરોમાં એક જ વાત છે કે ટિકિટ એવા લોકોને મળશે કે જેના ઉપર મોટા નેતાઓનો અને લક્ષ્મીજીનો હાથ હશે તેને મળશે.
આધારભૂત સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ વોર્ડના તમામ પ્રમુખો અને હોદ્દેદારો એમને સાઈડટ્રેક કરાયા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે પણ સિસ્થને વરેલી પાર્ટીના કાર્યકરો હોવાથી મિડીયા સમક્ષ નામ ન આપવાની શરતે ઉપરોક્ત આપવીતી જણાવી હતી. જાે કે બી.કે.ન્યૂઝ એવું માને છે કે આ પાર્ટીનો અંદરનો મામલો છે. પરંતુ ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી અને કેડરબેઝ પાર્ટીના પાયાના કાર્યકરોનું જે માનસન્માન મળતું આવ્યું છે તેવું આજના
ાંજાેગોમાં ગાંધીનગર ખાતે દેખાતું નથી.

મેયર પતિ વોર્ડ નં.૫ અને મેયરે વોર્ડ નં.૮ માંથી ટિકિટ માંગતા કાર્યકરોમાં આશ્ચર્ય
આધારભૂત સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ઉમેદવારોના પસંદગીમાં થોડા સમય પહેલાં કોર્પોરેશનની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખે જે નિયમો બનાવ્યા હતા તેને લઈને ઘણા કાર્યકરોમાં ઉત્સાહ હતો કે મેયર, ઉપ મેયર અને શહેરના સંગઠનમાં સંકળાયેલા લોકોને ટિકિટ મળશે નહીં. પરંતુ ભાજપના આ સેન્સ પ્રક્રિયામાં હાલના મેયર રીટાબેન પટેલના પતિ કેતનભાઈએ એમના જુના વોર્ડ નં. ૩ અને અત્યારનો વોર્ડ નંબર ૫ માંથી ટિકિટ માંગી હતી. જ્યારે મેયર ખુદ રીટાબેને વોર્ડ નં.૮ માંથી ટિકિટ માંગી હોવાની માહિતી મળતા કાર્યકરોમાં  આશ્ચર્ય થયું હતું. એજ રીતે ભાજપ શહેર પ્રમુખે પણ ટિકિટ માંગી હોવાનું પણ જાણવા મળે છે.
આમ હોદ્દેદારો અને મેયર અને પદાધિકારીઓને ટિકિટ નહીં મળે તેવો નિયમ
ગાંધીનગરના કોર્પોરેશનની ચૂંટણીમાં લાગુ નહીં પડે તેવું લાગી રહ્યું છે.

Download Our B K News Today App



Related News