લોકડાઉનની કહાની ખેડૂતની જુબાની શક્કરટેટી-તરબુચનું તૈયાર ઉત્પાદન બજારમાં કઈ રીતે પહોંચાડવુ ઃ ખેડૂત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-21 11:37:55
  • Views : 463
  • Modified Date : 2020-04-21 11:37:55

કોરોનાના કહેરે દુનિયાના નાકમાં દમ કરી રાખ્યો છે. કોરોના વાયરસે દુનિયાની ગતિને થંભાવી નાંખી છે. દેશમાં લોકડાઉનની સ્થતિ છે. તેવામાં ખેડૂતો પોતાનો તૈયાર પાક બજારમાં કઈ રીતે પહોંચાડે તે સવાલ ઉભો થયો છે.
અમીરગઢ તાલુકાના મહાદેવીયા ગામના ખેડૂત માળી મકનાજી મોટાજી દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની માલિકીની ૩ એકર જમીનમાં શક્કર-ટેટી અને તરબુચનું વાવેતર કર્યુ હતું. દર વર્ષે શક્કરટેટી અને તરબુચનું સારૂ ઉત્પાદન લઈને સારી કમાણી કરતા હતા. ત્યારે આ વખતે પણ શક્કરટેટી અને તરબુચનું વાવેતર કર્યુ. મબલખ પાક પણ મેળવ્યો, પરંતુ કોરોના વાયરસના લીધે દેશમાં લોકડાઉન હોવાથી પોતાના તૈયાર માલ બજારમાં ન મોકલી શકતા માલ ખરાબ થઈ રહ્યો છે. ખરાબ માલ ખેતરમાંથી વીણીને બહાર ફેકવો પડી રહ્યો છે. હાલમાં ભાવ પણ ન હોવાથી ખેડૂતો પર પડતા પર પાટુ જેવી પરિસ્થતિ સર્જાઈ છે. કોરોના વાયરસના લીધે દેશમાં લોકડાઉન હોવાથી ખેડૂતોની દશા કફોડી બની છે. જા એકાદ દિવસમાં માલની નિકાસ નહીં થાય તો સમગ્ર પાક ખરાબ થવાની ભિતી સેવાઈ રહી છે.

Download Our B K News Today App



Related News