પાટણ ગંજમાંથી ધોળા દિવસે ૨.૫ લાખની ઉઠાંતરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-07 11:57:03
  • Views : 441
  • Modified Date : 2019-12-07 11:57:03

પાટણ શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી ચોરીની ઘટનાઓ વધી જવા પામી છે. અને તેમાં પણ ધોળા દિવસે ચોરો ચોરી કરતા હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેવી જ ઘટના શુક્રવારે
બપોરે ધોળા દિવસે ૨.૫ લાખ ભરેલી બેગની લૂંટ થતા ચકચાર મચી ગઇ છે.
પાટણ ગંજબજારમાં શુક્રવારે બપોરે એક પેઢીમાં ફરજ બજાવતા મહેતાજી
૨.૫ લાખ રૂપિયા ભરેલી બેગ લઇ કામ અર્થે ગંજબજાર ગયા હતા. પરંતુ તેમને ખબર નહોતી કે તેમની પાછળ બીજા ચાર બાઇક સવારો પીછો કરી રહ્યા છે. જેથી આ મહેતાજી પોતાનું બાઇક પાર્ક કરી અને તેઓ સાઇડમાં ઉભા હતા. તે  દરમ્યાન પહેલાથી મહેતાજી
ઉપર નજર રાખી રહેતા ચાર શખ્સો બે બાઇક લઇને ત્યાં આવ્યા હતા. અને તે ઇસમો બહુજ સરળતાથી ડેકીમાંથી બેગની ઉઠાંતરી કરી
પલાયન થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં તે મહેતાજીએ બુમાબુમ કરી હતી. પરંતુ તેટલીવારમાં આ ચોર બાઇકો લઇને રફુચક્કર થઇ ગયા હતા. જેથી આ ઘટના બાબતે પોલીસને જાણ કરતાં
પોલીસે આ બાબતે ઘટના સ્થળે પહોંચી  સીસીટીવી કેમેરા ચેક કરતાં આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતાં
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News