સિધ્ધપુર પંથકમાં ચોરીની ચકચારી ઘટના ફેકટરીમાંથી દશ લાખની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 11:15:09
  • Views : 287
  • Modified Date : 2021-03-16 11:15:09

સિધ્ધપુરમાં આવેલી એક ફેક્ટરીમાં મધરાત્રે તસ્કરો ઘુસી તિજાેરી તોડી ચોરી કરી હતી. કુલ ૨ ફેક્ટરીમાં સરેરાશ ૧૦ લાખની રોકડ રકમની ચોરી કરી ૪ ઈસમો ફરાર થઇ ગયા હતા. ફેક્ટરીના સંચાલકોને સવારે ધ્યાને આવતાં ભારે દોડધામ વચ્ચે સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જેમાં ચાર તસ્કરો નજીક નજીકની કુલ ૨ ફેક્ટરીમાં ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આથી ફેક્ટરીના સંચાલક ભરતભાઈ રામીએ સિધ્ધપુર
 પોલીસ સ્ટેશને કુલ ૯.૯૮ લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેરના ખળી ચાર રસ્તા પાસે ગણેશ પલ્સ મીલ આવેલી છે. જ્યાં ગતરાત્રે સરેરાશ ૧ઃ૩૦ વાગ્યાના સુમારે ચોરીની કુલ ૨ ઘટના બની હતી. તસ્કરોએ ગણેશ પલ્સ મીલમાં ઘૂસી તિજાેરી તોડી ૯ લાખ ૫૦ હજારની રોકડ રકમ ચોરી કરી હતી. આ દરમ્યાન ફેક્ટરીના ટેબલના ખાનામાં પડેલ રૂપિયા ૩૦ હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેની જાણ ફેક્ટરીના ભાગીદારોને થતાં તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસી લીધા હતા. જેમાં ૪ તસ્કરોએ ગણેશ પલ્સ મીલમાં ૯.૮૦ લાખ સાથે નજીકની બીજી એક ફેક્ટરીમાં પણ રૂપિયા ૧૮ હજારની ચોરી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. ચોરીની
ચોંકાવનારી ઘટના બાદ ગણેશ પલ્સ મીલના ભરતભાઈ કનૈયાલાલ રામીએ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ સિધ્ધપુર
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એક જ રાત્રિમાં આસપાસની ૨ ફેક્ટરીમાં સરેરાશ ૧૦ લાખની રોકડ રકમ ચોરી થતાં હડકંપ મચી ગયો છે. ઘટનાને પગલે સિધ્ધપુર પોલીસે   કલમ ૩૮૦, ૪૫૭ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News