અબોલ જીવ એવા શ્વાન પ્રત્યે અપાર પ્રેમનો ઉત્તમ નમૂનો જાેવા મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 11:39:11
  • Views : 455
  • Modified Date : 2020-07-11 11:39:11

કપડવંજના એક પરિવારમાં પરિવારના સભ્ય તરીકે રહી ચૂકેલા અબોલ જીવ એવા શ્વાન પ્રત્યે અપાર પ્રેમનો ઉત્તમ નમૂનો જાેવા મળ્યો હતો. પોતાના પુત્ર સમાન, ભાઈ સમાન પરિવારના સભ્ય રાજા (શ્વાન) પરિવારમાં ૧૨ વર્ષ સાથે રહ્યો હતો. એની અચાનક વિદાય થતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો. આમ છતાં તેની યાદમાં આ પરિવારે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી તેની સમૃતિ ચિરંજીવી રાખવાનો ઉત્તમ પ્રયાસ કર્યો હતો.
કપડવંજ શહેરમાં રહેતા અશ્વિનભાઈ પટેલ (સાગર) ના પોતાના નિવાસસ્થાને રહેતા પાલતુ શ્વાનનું દુઃખદ અવસાન થતા તેની સમૃતિમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પૈકી પૂજ્ય ડોંગરજી મહારાજ પ્રેરીત શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ કપડવંજ દ્વારા જરૂરિયાતમંદોને નિઃશુલ્ક અનાજ વિતરણ કરતી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ સંસ્થામાં રૂપિયા એક લાખનું માતબર દાન આપી પ્રાણી પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું હતું.
સંસ્થાના પ્રમુખ હરિવદનભાઈ તલાટી અને દરિદ્ર નારાયણ સેવા મંડળના પ્રમુખ હસમુખભાઈ શાહને સખાવત આપી જનસેવાનું ઉમદા કાર્ય કર્યુ હતું.
આ પ્રસંગે દાતા પરિવારના અશ્વિનભાઈ પટેલના પત્નિ મંજુલાબેન પુત્રો કરણ અને કિશન ઉપસ્થિત રહ્યા હતા. વધારામાં એવો એ રાજા (શ્વાન) ની સ્મૃતિમાં આણંદની આર.આર.એસ. એ ફાઉન્ડેશન કે જે રખડતા ઢોરોની સેવા કરે છે અને માવજત પણ કરે છે. આ
સંસ્થાને પણ રૂપિયા એક લાખનું દાન ઓનલાઈન મોકલી રાજા પ્રત્યેનો પોતાનો અપાર પ્રેમ પ્રદર્શિત કર્યો હતો.

Download Our B K News Today App



Related News