ઈન્દ્રોડા ગ્રામજનોનું ઉપવાસ આંદોલન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 11:07:03
  • Views : 233
  • Modified Date : 2021-03-22 11:07:03

ગાંધીનગર શહેર વિસ્તારમાં સમાવેશ થયેલા ઈન્દ્રોડા, બોરીજ, આદિવાડા, ધોળાકુવા, ફતેહપુરા, પાલજ અને બાસણ ગામોમાં આવાસ રહેણાંકના પ્લોટ, શહેર સમકક્ષ સુવિધાઓ, સ્માર્ટ સીટીના લાભો વિગેરે પ્રશ્નો અંગે વારંવાર સરકારમાં રજુઆત કરવા છતાં તેનો ઉકેલ નહીં આવતા આ સાત ગામોના ગ્રામજનો ઉપવાસ આંદોલ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ઈન્દ્રોડા ગામે પુરૂષો અને મહિલાઓ સાથે મળી ૩૧ જણ ઉપવાસ ઉપર બેઠા છે. આ અંગે મળેલ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સાત ગામના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે દેખાવોનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ પાલન ગામે ત્યારબાદ બાસણ ગામે ઉપવાસ અને બેનરો સાથે કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News