દિયોદર તાલુકાના કુવાતા ગામનું ઉંઘતું સરકારી શિક્ષણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 11:26:54
  • Views : 736
  • Modified Date : 2019-08-28 11:26:54

દિયોદર તાલુકાના કુવાતા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આરામ કરતો ફોટો વાયરલ થતા શાળામાં બાળકોને અભ્યાસ કરાવવા માટે આવતા શિક્ષકો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો આ ફોટો સાચો હોય તો સરકારી શાળામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યુ છે તેમ કહેવું નવાઈ નહીં.
સરકાર દ્વારા એક તરફ ગ્રામીણ વિસ્તારનું શિક્ષણ વધે તે માટે મોટા મોટા કાર્યક્રમો થકી કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં સરકારી શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સારું શિક્ષણ લઈ સારી નોકરી કરે તે માટેના સરકારના અનેક પ્રયત્ન હોય છે. ત્યારે  દિયોદર તાલુકાના કુવાતા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને જાણે સરકારના શિક્ષણ વધારાના કાર્યક્રમોનો  કંઈ જ ફરક ન પડતો હોય તેમ શાળામાં જ આરામ કરતો ફોટો વાયરલ થયો છે. એક તરફ ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તાનું શિક્ષણ વધ્યું છે, તેમ વાત કરી રહી છે. તો બીજી તરફ દિયોદરના કુવાતા ગામે આવેલ સરકારી શાળામાં શિક્ષક અને વિદ્યાર્થીઓનો ઉંઘતો ફોટો સરકારના દાવાઓ પોકળ સાબિત કરી રહ્યો છે.  કુવાતા ગામના લોકોનું કહેવું છે કે અમારા ગામમાં આવેલ  સરકારી શાળામાં અમારા બાળકો અભ્યાસ લેવા માટે જાય  છે. પરંતુ આ શાળાના શિક્ષકો અમારા બાળકોને અભ્યાસ આપવાની જગ્યાએ માત્ર શાળામાં આરામ કરી માત્ર પોતાનો ટાઈમ પૂરો કરી જતા રહે છે. અમારા બાળકો ૭ માં ધોરણમાં અભ્યાસ કરતા હોવા છતાં હજુ સુધી અમારા બાળકોને ઘડિયા કે, કકકો-બારખડી નથી આવડતી. આ બાબતે સરકારી શાળાના આચાર્ય વરધાજી પટેલને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી આ બાબતને ગંભીરતાથી લઈ દિયોદરના કુવાતા ગામે આવેલી સરકારી શાળાની તપાસ કરવામાં આવે તો અમારા બાળકોનું ભવિષ્ય બચી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News