સસ્તા ભણતરમાં ઊંચુ પરિણામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 11:52:11
  • Views : 474
  • Modified Date : 2019-05-10 11:52:11

કોણ કહે છે કે ભણતર મોંઘું થઈ ગયું છે...? ભણતર મોંઘુ હોવાના રાગ આલાપતા લોકોને ડીસા નગરપાલિકા સંચાલિત એસ.સી.ડબલ્યુ. હાઈસ્કૂલે શાળાના ઊંચા પરિણામ સ્વરૂપે જવાબ આપી બોલતી બંધ કરવી દીધી છે. કોઈપણ જાતની ફી વગર શિક્ષણ આપતી આ શાળાના બે વિદ્યાર્થીઓ ડીસા સેન્ટરમાં પ્રથમ નંબરે આવ્યા છે. જે શાળાના શિક્ષણના સ્તરની ગવાહી આપી રહ્યા છે.
કારકિર્દી માટે સહુથી મહત્વની માનવામાં આવતી એચ.એસ.સી.ની પરીક્ષા અને આ પરિક્ષાના મહત્વને લઈ વાલીઓ તગડી ફી ચૂકવીને
પોતાના બાળકોને મોટી મોટી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવતા હોય છે.  વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ રાત પરોઢિયાં કરીને આ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની આશ લગાવતા હોય છે. ત્યારે વર્તમાન સમયમાં વારંવાર ઉઠી રહેલી મોંઘા શિક્ષણની ફરિયાદને પગલે મધ્યમવર્ગના લોકો પોતાના બાળકોને અભ્યાસથી દૂર કરી રહ્યા છે.  પરંતુ ડીસા શહેરમાં આવેલી ડીસા નગરપાલિકા સંચાલિત એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે તક્ષશીલા સમાન છે.. આમ તો આ શાળાની સ્થાપના અંગ્રેજોના સમયમાં સન ૧૮૫૩માં થઈ હતી.  પરંતુ ત્યારબાદ આ શાળાનું સંચાલન ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવતા અત્યારે આ શાળામાં અભ્યાસ કરતાં લગભગ ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને કોઈપણ જાતની ફી વગર અભ્યાસ આપવામાં આવે છે. ત્યારે ડીસામાં આ વર્ષે પણ આ શાળાએ વિજ્ઞાન પ્રવાહમાં નામ રોશન કર્યું છે. એકદમ સામાન્ય પરિવારના બાળકો જ્યાં અભ્યાસ કરે છે તે શાળામાં અભ્યાસ કરતાં સચિન પ્રજાપતિ અને અંજલિ ખત્રી નામના બે વિદ્યાર્થીઓએ ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં એ અને બે એમ બંને ગ્રુપમાં ડીસા સેન્ટરમાં પ્રથમ નંબરે આવ્યા છે.. આ બાળકોની જ્યારે અમે મુલાકાત કરી ત્યારે આ બાળકોએ આ શાળાના શિક્ષણ કાર્ય પર પ્રકાશ પાડી ઊંચુ પરિણામ કેવી રીતે લાવવું તે અંગે વિદ્યાર્થીઓને પણ સંદેશ પાઠવ્યો છે. આ ઉપરાંત આ બંને બાળકો ભવિષ્યમાં શું કરવા માંગી રહ્યા છે તેના પર પણ પ્રકાશ પાડ્‌યો હતો.
 ડીસાના ગરીબ વિદ્યાર્થીઓ માટે તક્ષશીલા સમાન આ શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓની આર્થિક પરિસ્થિતી કમજોર છે. ત્યારે તમને જાણીને નવાઈ થશે કે ડીસા સેન્ટરમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી સચિન પ્રજાપતિના પિતા એક સામાન્ય મજૂર છે. હાથમાં લેલું લઈને મસમોટા મકાનોનું નિર્માણ કરતાં વિનોદભાઇ પ્રજાપતિએ મકાનોની સાથે સાથે તેમના દીકરાના શિક્ષણનું પણ મજબૂત નિર્માણ કર્યું છે અને આ શાળાના શિક્ષકોની મહેનતથી આજે એક સામાન્ય મજુરનો દીકરો પ્રથમ નંબર મેળવી શક્યો છે. પોતાના દીકરાએ પ્રથમ નંબર મેળવતા વિનોદભાઇ પ્રજાપતિ પણ ભાવુક થઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News