કાંકરેજના રતનપુર-ઉણ પાટીયા પાસે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 12:03:04
  • Views : 627
  • Modified Date : 2019-11-20 12:03:04

કાંકરેજ તાલુકાના
થરા-રાધનપુર હાઈવે પર થરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રતનપુર-ઉણના પાટીયા પાસે ગઇ કાલે સાંજના સુમાર રાધનપુર તરફથી બાઈક નંબર જીજે ૨૪ એબી ૪૦૬૭ પર આવી રહેલ ખાખલ ગામના
પિતા-પુત્રીને  પાછળથી પૂર ઝડપે આવી રહેલ આઈટેન કાર નંબર જીજે ૩૬ એલ ૩૯૨૩એ બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક ખાખલ ગામના વતની અજમલજી જીવણજી નિરાશ્રીત ઠાકોર ઉ.વ. ૩૫નું ઘટના સ્થળે મોત થયું હતું અને બાઈક પર તેમની પુત્રી સોનીબેન અજમલભાઈ ઉ.વ.૮નો પગ કપાઈ જતા રાધનપુર ખાતે લવાઇ હતી. જેમાં સોનીબેનને ગંભીર ઇજા જણાતા પાટણ ધારપુર હોÂસ્પટલ ખાતે ખસેડાઈ હતી અને બાઈક ચાલક તેના પિતા અજમલજીના મૃતદેહને થરા રેફરલમાં પી.એમ.માટે લાવી વધુ તપાસ થરા પોલીસ કરી રહી છે.


Download Our B K News Today App



Related News